ગંગા કિનારે ઘાટ પર જમીન પર સૂતેલો જોવા મળ્યો સુનીલ ગ્રોવર

20 June, 2026 01:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુનીલે આ વિડિયો સોશ્યલ મીડિયામાં શૅર કર્યો છે. વિડિયોમાં તે ઘાટના કિનારે સામાન્ય શ્રદ્ધાળુઓ વચ્ચે જમીન પર આરામથી સૂઈ રહેલો જોવા મળે છે, પોતાના આ સાદગીભર્યા અંદાજથી સુનીલે ફરી એક વાર લોકોનું દિલ જીતી લીધું છે.

ગંગા કિનારે ઘાટ પર જમીન પર સૂતેલો જોવા મળ્યો સુનીલ ગ્રોવર

ઍક્ટર અને કૉમેડિયન સુનીલ ગ્રોવર પોતાની શાનદાર ઍક્ટિંગ અને કૉમેડીના દમ પર દર્શકોનો ફેવરિટ બની ગયો છે. સુનીલ ભારે લોકપ્રિયતા વચ્ચે પણ અત્યંત સાદગીભર્યું જીવન જીવે છે. હાલમાં તે ગંગાકિનારે ઘાટ પર અત્યંત સાદગીભર્યા અંદાજમાં શાંતિભરી પળો માણતો જોવા મળ્યો છે. જોકે સુનીલે આ જગ્યા વિશે કોઈ સ્પષ્ટતા નથી કરી.

સુનીલે આ વિડિયો સોશ્યલ મીડિયામાં શૅર કર્યો છે. વિડિયોમાં તે ઘાટના કિનારે સામાન્ય શ્રદ્ધાળુઓ વચ્ચે જમીન પર આરામથી સૂઈ રહેલો જોવા મળે છે, પોતાના આ સાદગીભર્યા અંદાજથી સુનીલે ફરી એક વાર લોકોનું દિલ જીતી લીધું છે.

આ વિડિયો શૅર કરતાં સુનીલ ગ્રોવરે કૅપ્શન લખી છે કે ‘તારે ઝમીન પર’. વિડિયોમાં સુનીલના ચહેરા પરનો સંતોષ અને શાંતિ સ્પષ્ટ દેખાય છે. આ વિડિયો સાથે તેણે ધાર્મિક ગીત ‘જય મહાકાલ’ પણ ઉમેર્યું છે.

sunil grover bollywood buzz ganga bollywood news bollywood gossips bollywood entertainment news