16 January, 2026 03:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુનીલ ગ્રોવર ચૂલા પર એકદમ ગોળ રોટલી બનાવવામાં એક્સપર્ટ
કૉમેડિયન સુનીલ ગ્રોવરે હાલમાં પોતાના સોશ્યલ મીડિયા પર એક વિડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે જમીન પર બેસીને દેશી અંદાજમાં ચૂલા પર રોટલી બનાવતો જોવા મળે છે. આ વિડિયોમાં સુનીલ માથા પર ટોપી પહેરીને જમીન પર બેઠો છે અને બાજુમાં ચૂલો સળગી રહ્યો છે. સુનીલ બહુ શાંતિથી ચૂલા પર રોટલી શેકી રહ્યો છે અને ખાસ વાત તો એ છે કે તે જે રોટલી બનાવી રહ્યો છે એ એકદમ ગોળ અને પર્ફેક્ટ હતી. સુનીલની આવી રોટલીઓ જોઈને ફૅન્સ તેને માટે ગર્વ અનુભવી રહ્યા છે.