‘ગોપી કિશન’ની રીમેકમાં દીકરો કામ કરે એવી ઇચ્છા છે સુનીલ શેટ્ટીની

10 December, 2021 04:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મારું માનવું છે કે અહાન ઍક્શન અને રોમૅન્સ સિવાય અન્ય કોઈ પ્રકારની ફિલ્મોમાં એન્ટ્રી કરે એ પહેલાં તેણે હજી ત્રણ-ચાર ફિલ્મોમાં કામ કરવું જોઈએ. પોતાની જાતને પર્ફોર્મન્સ દ્વારા સાબિત કરવી ખૂબ જ મહત્ત્વનું છે.’

‘ગોપી કિશન’ની રીમેકમાં દીકરો કામ કરે એવી ઇચ્છા છે સુનીલ શેટ્ટીની

સુનીલ શેટ્ટીની ઇચ્છા છે કે તેની ‘ગોપી કિશન’ની રીમેકમાં તેનો દીકરો અહાન શેટ્ટી કામ કરે. અહાને બૉલીવુડમાં ‘તડપ’ દ્વારા એન્ટ્રી કરી હતી. ૧૯૯૪માં આવેલી ઍક્શન-કૉમેડી ‘ગોપી કિશન’માં સુનીલ શેટ્ટીએ ડબલ રોલ ભજવ્યો હતો. એમાં શિલ્પા​ શિરોડકર અને કરિશ્મા કપૂરે કામ કર્યું હતું. બૉલીવુડમાં રીમેકની સીઝન ચાલે છે. તેના દીકરા માટે પોતાની રીમેક વિશે પૂછતાં સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે ‘મારી ફિલ્મોમાં ‘ગોપી કિશન’. એ ફિલ્મમાં બે સાઇડ હતી. એ ફિલ્મમાં એક ઍન્ગ્રી યંગ મૅન અને એક ક્રેઝી કૅરૅક્ટર હતું, જે ખૂબ જ સ્વીટ હતું. મારું માનવું છે કે અહાન ઍક્શન અને રોમૅન્સ સિવાય અન્ય કોઈ પ્રકારની ફિલ્મોમાં એન્ટ્રી કરે એ પહેલાં તેણે હજી ત્રણ-ચાર ફિલ્મોમાં કામ કરવું જોઈએ. પોતાની જાતને પર્ફોર્મન્સ દ્વારા સાબિત કરવી ખૂબ જ મહત્ત્વનું છે.’

sunil shetty bollywood news bollywood gossips entertainment news bollywood