13 September, 2025 08:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુનીતા આહુજા
થોડા સમય પહેલાં ગોવિંદા અને તેની પત્ની સુનીતા આહુજાના છૂટાછેડાની ચર્ચા બહુ હતી. જોકે પછી બન્નેએ એકસાથે આવીને આ ચર્ચાને સંપૂર્ણપણે નકારી કાઢી હતી. હવે સુનીતા હાલમાં સોનાલી બેન્દ્રે અને મુનવ્વર ફારુકી દ્વારા હોસ્ટ કરવામાં આવતા રિયલિટી શો ‘પતિ પત્ની અને પંગા’ના સેટ પર પહોંચી હતી. અહીં તેણે વાત-વાતમાં ખુલાસો કર્યો હતો કે ગોવિંદા પોતાની દરેક હિરોઇન સાથે ફ્લર્ટ કરતો હતો, પણ સોનાલી બેન્દ્રે આનાથી બચી ગઈ હતી. ખાસ વાત તો એ છે કે સોનાલીએ પોતાની કરીઅરની શરૂઆત ગોવિંદાની હિરોઇન બનીને ‘આગ’ ફિલ્મથી કરી હતી.
શોના સેટ પર સુનીતાએ પોતાને ગોવિંદાની ‘બીવી નંબર ૧’ ગણાવી હતી અને કહ્યું હતું કે ‘ગોવિંદા જ્યારે ટોચ પર હતો ત્યારે તે પોતાની દરેક સહઅભિનેત્રી સાથે ફ્લર્ટ કરતો હતો. સોનાલી બેન્દ્રે એકમાત્ર એવી ઍક્ટ્રેસ હતી જેના પર ગોવિંદાએ ક્યારેય પોતાનો જાદુ ન ચલાવ્યો અને તેની સાથે ક્યારેય ફ્લર્ટ નહોતું કર્યું.’