બૉલીવુડના હીરો પત્ની કરતાં હિરોઇન સાથે વધુ સમય વિતાવે છે

04 September, 2026 02:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુનીતા આહુજાએ પોતાનો અનુભવ જણાવતાં કહ્યું કે સ્ટારવાઇફ બનવા માટે પથ્થર જેવું દિલ બનાવવું પડે છે

સુનિતા આહુજા

ગોવિંદાની પત્ની સુનીતા આહુજા પોતાનાં નિવેદનોને કારણે ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં તેણે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં સ્ટાર પત્નીઓના જીવન વિશે ખુલ્લેઆમ વાત કરતાં કહ્યું હતું કે બૉલીવુડના હીરો પોતાની પત્ની કરતાં હિરોઇન સાથે વધુ સમય વિતાવે છે અને તેથી તેમની વચ્ચે લાગણીસભર બૉન્ડિંગ થવું સ્વાભાવિક છે.
આ મામલે વાત કરતાં સુનીતાએ કહ્યું હતું કે ‘એક હીરોની પત્ની બનવા માટે દિલને પથ્થર જેવું મજબૂત બનાવવું પડે છે. તમે જુઓ તો હીરો તેની પત્ની કરતાં હિરોઇન સાથે વધુ સમય રહે છે એટલે તેમની વચ્ચે જોડાણ બનવું કુદરતી વાત છે. આ વ્યવસાયની વાસ્તવિકતા છે અને એને સમજવાની જરૂર છે. કોઈ પણ લગ્નજીવનમાં સૌથી મહત્ત્વની વસ્તુ ભરોસો છે. જો જીવનસાથી વિશે સતત શંકા કરવામાં આવે તો સંબંધ લાંબા સમય સુધી ટકી શકતો નથી. પ્રેમ અને વિશ્વાસ જ દાયકાઓ સુધી લગ્નને મજબૂત રાખે છે.’

sunita ahuja govinda tina ahuja yashvardhan ahuja entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood