✕

પતિ, પત્ની ઔર વોહની જાહેરમાં ગજબ જીભાજોડી

27 September, 2026 02:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગોવિંદા, તેની હિરોઇન રાની સ્વર્ણકાર અને પત્ની સુનીતા આહુજાએ ખુલ્લેઆમ એકબીજા પર આક્ષેપો કર્યા, મારું ઘર તૂટી રહ્યું છે, જેન-ઝી અને મહિલાઓ મને સપોર્ટ કરે : સુનીતા આહુજા

ગોવિંદા અને સુનીતા આહુજા

ગોવિંદાની પત્ની સુનીતા આહુજાએ શુક્રવારે કલકત્તા ખાતે દક્ષિણેશ્વર કાલી મંદિરમાં દર્શન કર્યાં હતાં. આ સમયે મીડિયા સાથે વાતચીત દરમ્યાન તેણે પતિ ગોવિંદા અને તેની કથિત ગર્લફ્રેન્ડ રાની સ્વર્ણકારના સંબંધને લઈને સવાલો ઉઠાવ્યા હતા. સુનીતાએ પોતાની આપવીતી સંભળાવવાની સાથે મહિલાઓ અને જેન-ઝી પાસેથી પણ સપોર્ટ માગ્યો હતો.
સુનીતાએ પોતાની લાગણી જણાવતાં કહ્યું હતું કે ‘તમે બધા જાણો છો કે મહાકાળી રાક્ષસોનો નાશ કરે છે. મારા જીવનમાં પણ કેટલાક રાક્ષસો છે. હું માતાને કહેવા આવી છું કે તેઓ તેમનો નાશ કરે. મીડિયા અને પબ્લિસિટીના ચક્કરમાં કેટલાક લોકો ખોટાં કામ કરી રહ્યા છે. તમે લોકો આ બધી બાબતોને સપોર્ટ ન કરો. જો તમારા ઘરની દીકરી કે વહુ સાથે આવું થતું હોત તો તમે શું કરત? કૃપા કરીને મને સપોર્ટ કરો. જેટલાં પણ જેન-ઝી યુવાનો અને મહિલાઓ છે તેઓ મારી સાથે ઊભાં રહે. મારી સાથે જે થઈ રહ્યું છે એ સારું નથી. મારું ઘર તૂટી રહ્યું છે. જે મારું ઘર બરબાદ કરી રહી છે, માતા તેને જુએ. માતા રાક્ષસોનો નાશ કરનારી છે. હું ઇચ્છું છું કે મારા જીવનમાંથી સંકટ દૂર થાય. જય મહાકાળી.’

govinda sunita ahuja entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood