જાનવરોં સે પ્યાર કરો, ઇન્સાનોં સે નહીં, ધોખેબાઝ હોતે હૈં ઇન્સાન

24 September, 2026 05:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગોવિંદા અને રાની સ્વર્ણકારની લાલબાગચા રાજાની મુલાકાત પછી સુનીતા આહુજાએ આવી કમેન્ટ કરીને આક્રોશ વ્યક્ત કર્યો

સુનીતા આહુજા

ગોવિંદાની પત્ની સુનીતા આહુજા મંગળવારે લાલબાગચા રાજાનાં દર્શન કરવા પહોંચી હતી. તેણે સવારે બાપ્પાનાં દર્શન કર્યાં હતાં. આ પછી રાત્રે ગોવિંદા પણ પોતાની ઍક્ટ્રેસ અને કથિત ગર્લફ્રેન્ડ રાની સ્વર્ણકાર સાથે લાલબાગચા રાજાનાં દર્શને પહોંચ્યો હતો. આ ઘટનાના બીજા દિવસે સુનીતા મુંબઈ ઍરપોર્ટ પર જોવા મળી હતી અને તેણે ફોટોગ્રાફર્સ સાથે વાતચીત દરમ્યાન કહ્યું હતું કે દરેક વ્યક્તિએ પ્રાણીઓને પ્રેમ કરવો જોઈએ, કારણ કે માણસો દગો આપે છે.
ઍરપોર્ટ પર જ્યારે ફોટોગ્રાફર્સે સુનીતાને તેના પેટ ડૉગ વિન્ટર વિશે પૂછ્યું કે એ હંમેશાં તેમને ઍરપોર્ટ પર મૂકવા કેમ આવે છે ત્યારે સુનીતાએ કહ્યું હતું કે ‘ઇન્સાનોં કો જિતના ભી પ્યાર દો ફાયદા નહીં હૈ, ધોખા હી દેતે હૈં. ઇનકો પ્યાર કરો, હંમેશાં ચિપકે રહતે હૈં. વિન્ટર મુઝે હમેશા છોડને આતા હૈ. ઇન્સાનોં સે અચ્છે તો જાનવર હોતે હૈં. જાનવરોં સે પ્યાર કરો, ઇન્સાનોં સે નહીં. ધોખેબાઝ હોતે હૈં ઇન્સાન.’

sunita ahuja entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood