સની દેઓલ, અહાન શેટ્ટી અને વરુણ ધવનનો BSFના જવાનો સાથે જોરદાર ડાન્સ

04 January, 2026 01:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ નવું વર્ઝન કુલ ૧૦ મિનિટ ૩૪ સેકન્ડ લાંબું છે અને આ ઓરિજિનલ ગીત કરતાં થોડું નાનું છે.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

રાજસ્થાનના જેસલમેરમાં ભારત-પાકિસ્તાન બૉર્ડર પર શુક્રવારે ફિલ્મ ‘બૉર્ડર 2’નું ગીત ‘ઘર કબ આઓગે’ બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)ના જવાનો વચ્ચે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ખાસ કાર્યક્રમમાં ફિલ્મના લીડ ઍક્ટર્સ સની દેઓલ, વરુણ ધવન, અહાન શેટ્ટી, સિંગર સોનુ નિગમ અને ફિલ્મના કો-પ્રોડ્યુસર ભૂષણ કુમાર તથા નિધિ દત્તા સહિત  અનેક લોકો સામેલ થયાં હતાં. આ રિલીઝ વખતે લોંગેવાલા-તનોટ માતા મંદિર સામે બનેલા ઍમ્ફીથિયેટરમાં લાઇવ પર્ફોર્મન્સ આપવામાં આવ્યો હતો. સની, અહાન અને વરુણે બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)ના જવાનો સાથે જોરદાર ડાન્સ કરીને જોશનું વાતાવરણ ઊભું કરી દીધું હતું. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા આ ડાન્સ-વિડિયોમાં ત્રણેય અભિનેતાઓ જવાનો સાથે ખૂબ મસ્તી કરતા જોવા મળે છે. બધા મળીને ડાન્સ કરે છે અને પછી જવાનો સાથે ફોટો પડાવે છે. ૧૯૯૭ની ફિલ્મ ‘બૉર્ડર’ના ગીત ‘સંદેસે આતે હૈં’ના નવા વર્ઝન ‘ઘર કબ આઓગે’માં સોનુ નિગમ અને રૂપકુમાર રાઠોડ ઉપરાંત અરિજિત સિંહ, વિશાલ મિશ્રા અને દિલજિત દોસાંઝના અવાજ સામેલ છે. આ નવું વર્ઝન કુલ ૧૦ મિનિટ ૩૪ સેકન્ડ લાંબું છે અને આ ઓરિજિનલ ગીત કરતાં થોડું નાનું છે.

bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news sunny deol ahan shetty varun dhawan indian army