22 November, 2025 12:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
OTT પર સની દેઓલ અને અક્ષય ખન્ના ઍક્શન થ્રિલરમાં એકસાથે
સની દેઓલ અને અક્ષય ખન્ના ‘બૉર્ડર’ પછી હવે ફરી એકસાથે જોવા મળશે. રિપોર્ટ પ્રમાણે આ બન્ને સ્ટાર્સ એક ઍક્શન થ્રિલરમાં સાથે જોવા મળશે. તેમની સાથે સંજીદા શેખ પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતી દેખાશે. મળતી માહિતી પ્રમાણે આ એક OTT પ્રોજેક્ટ હશે અને ફિલ્મ સંપૂર્ણ રીતે ડિજિટલ દર્શકોને ધ્યાનમાં રાખીને તૈયાર થઈ રહી છે. આ ફિલ્મનું સંપૂર્ણ શૂટિંગ મુંબઈમાં કરવામાં આવશે, પણ હજી સુધી એની વાર્તા વિશે કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી. આ ફિલ્મની વાર્તામાં ઍક્શન, ઇમોશનલ ડ્રામા અને મિસ્ટરી હશે તેમ જ એના ડિરેક્શનની જવાબદારી સિદ્ધાર્થ પી. મલ્હોત્રાને સોંપવામાં આવી છે.