સની દેઓલ અને અમીષા પટેલે ફિલ્મ `ગદર 2`નું શૂટિંગ કર્યુ શરૂ,જુઓ તસવીર

01 December, 2021 05:43 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

20 વર્ષ બાદ સાથે જોવા મળ્યા તારા સિંહ અને સકીના

તસવીરઃ અમિષા પટેલ ઈન્સ્ટાગ્રામ

બૉલિવૂડ અભિનેતા સની દેઓલ અને અભિનેત્રી અમીષા પટેલની ફિલ્મ `ગદર 2`ની બનવાની ખબર આવતાં જ ફેન્સમાં આતુરતા વધી છે. ચાહકો ફિલ્મના શૂટિંગની જાણકારી માટે રાહ જોઈ રહ્યાં હતા. આખરે હવે આ રાહનો અંત આવ્યો છે. જી હા, આજથી અભિનેતા સની દેઓલ અને અમીષા પટેલ `ગદર 2`ની શૂટિંગમા લાગી ગયા છે. 

અભિનેત્રી અમિષા પટેલે ઈન્સ્ટાગ્રામ પર મુહૂર્તની કેટલીક તસવીર પણ શેર કરી છે.  ઉલ્લેખનીય છે કે ફિલ્મનું શૂટિંગ હિમાચલ પ્રદેશમાં શરૂ થઈ ગયું છે. 

ગદરની પહેલી ફિલ્મમાં સની દેઓલ તારા સિંહ અને અમીષા પટેલ સકીનાના રોલમાં જોવા મળ્યા હતાં. આ બંનેના પાત્ર અને તેની કેમેસ્ટ્રીને દર્શકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી હતી. આજે પણ આ ફિલ્મ દર્શકોના દિલમાં રાજ કરે છે. 

ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતા અમીષા પટેલે લખ્યું કે ગદર 2નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ સાથે તેણે આર્મી જનરલ સુરેન્દ્ર સિંહ અને રોહિત જયકેને ટેગ કર્યા અને શૂટિંગ સેટ પર સમય પસાર કરવા બદલ આભાર માન્યો.

તસવીરોમાં બંને સ્ટાર્સ તારા સિંહ અને સકીનાના લૂકમાં જોવા મળી રહ્યા છે. અમીષા પટેલ લાઇટ પિંક કલરના સૂટ અને પીળા દુપટ્ટામાં જોવા મળી રહી છે.

સની દેઓલે પણ એક તસવીર શેર કરીને આ અંગે જાણકારી આપી હતી.અમીષા અને સની દેઓલની આ ફિલ્મ વર્ષ 2022માં સિનેમાઘરોમાં રિલીઝ થશે.

 

 

 


 

sunny deol entertainment news bollywood news ameesha patel