21 August, 2026 03:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બટવારા 1947 બાદ ઍક્શન થ્રિલરમાં ફરી સાથે આવશે સની દેઓલ અને રાજકુમાર સંતોષી
લગભગ ૩૦ વર્ષના લાંબા અંતરાલ બાદ સની દેઓલ અને દિગ્દર્શક રાજકુમાર સંતોષીએ ફિલ્મ ‘બટવારા 1947’માં ફરી સાથે કામ કર્યું છે. જોકે આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર અપેક્ષિત સફળતા મેળવી શકી નથી, તેમ છતાં હવે રાજકુમાર સંતોષીએ જાહેરાત કરી છે કે તેઓ સની દેઓલ સાથે વધુ એક ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. આ ફિલ્મની વાર્તા સનીને ખૂબ પસંદ આવી ગઈ છે અને એનું શૂટિંગ ઑક્ટોબરથી શરૂ કરવામાં આવશે. જોકે ફિલ્મના ટાઇટલ વિશે હજી કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. આ પ્રોજેક્ટ સાકાર થશે તો રાજકુમાર સંતોષી અને સની દેઓલની આ પાંચમી ફિલ્મ બનશે.
સની અને રાજકુમાર સંતોષીની સફળ જોડીની શરૂઆત વર્ષ ૧૯૯૦માં આવેલી ‘ઘાયલ’થી થઈ હતી. ત્યાર બાદ ‘દામિની’ અને ‘ઘાતક’ જેવી સુપરહિટ ફિલ્મોએ આ જોડીને બૉલીવુડની સૌથી સફળ અભિનેતા-દિગ્દર્શક જોડીઓમાં સ્થાન અપાવ્યું હતું. લાંબા વિરામ બાદ ‘બટવારા 1947’ દ્વારા બન્નેએ ફરી સાથે કામ કર્યું, પણ આ વખતે ફિલ્મને દર્શકોનો અપેક્ષિત પ્રતિસાદ મળ્યો નથી.