૬૮મી વર્ષગાંઠે સની દેઓલે કરી નવી ફિલ્મ ગબરુની જાહેરાત

20 October, 2025 03:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મમાં સની એક ઇમોશનલ રોલમાં છે અને આ એક ઍક્શન-એન્ટરટેઇનર ફિલ્મ હશે. આ ફિલ્મની વાર્તા શશાંક ઉદયપુરકરે લખી છે અને તેમણે ડિરેક્ટરની જવાબદારી પણ સંભાળી છે.

૬૮મી વર્ષગાંઠે સની દેઓલે કરી નવી ફિલ્મ ગબરુની જાહેરાત

ગઈ કાલે સની દેઓલની ૬૮મી વર્ષગાંઠ હતી અને આ દિવસે સનીએ તેની આગામી ફિલ્મ ‘ગબરુ’ની જાહેરાત કરીને એનું મોશન પોસ્ટર પણ શૅર કર્યું છે. આ પોસ્ટરની સાથે લખ્યું છે કે ‘તાકાત એ નથી જે તમે બતાવો છો, પરંતુ એ છે જે તમે કરો છો. તમામના પ્રેમ અને આશીર્વાદ માટે આભાર. જે લોકો રાહ જોઈ રહ્યા છે એ તમામ માટે કંઈક છે. ‘ગબરુ’ ૨૦૨૬ની ૧૩ માર્ચે રિલીઝ થશે. સાહસ, વિવેક અને કરુણાની એક વાર્તા. મારા હૃદયથી... વિશ્વ માટે.’

રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મમાં સની એક ઇમોશનલ રોલમાં છે અને આ એક ઍક્શન-એન્ટરટેઇનર ફિલ્મ હશે. આ ફિલ્મની વાર્તા શશાંક ઉદયપુરકરે લખી છે અને તેમણે ડિરેક્ટરની જવાબદારી પણ સંભાળી છે.

sunny deol bollywood buzz bollywood bollywood news bollywood gossips entertainment news