મિશન અકમ્પ્લીશ્ડ! ફૌજી, સાઇન ઑફ!

13 July, 2025 07:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયા પર આ મેસેજ લખીને સની દેઓલે બૉર્ડર 2નું પોતાનું શૂટિંગ પૂરું થયું હોવાની જાહેરાત કરી

સનીએ શૅર કરેલી આ તસવીર

સની દેઓલે તેની આગામી વૉર-ફિલ્મ ‘બૉર્ડર 2’નું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. સનીએ સોશ્યલ મીડિયા પર આ ફિલ્મના લુકની તસવીર શૅર કરીને આ વાતની જાણ કરીને કૅપ્શન આપી હતી, ‘મિશન અકમ્પ્લીશ્ડ! ફૌજી, સાઇન ઑફ! ‘બૉર્ડર 2’નું મારું શૂટિંગ પૂર્ણ થયું. જય હિન્દ.’

સનીએ શૅર કરેલી આ તસવીરના બૅકગ્રાઉન્ડમાં ‘બૉર્ડર’ ફિલ્મના પ્રખ્યાત ગીત ‘સંદેસે આતે હૈં’ની સાથે-સાથે પોતાના અવાજમાં સંદેશ પણ આપ્યો છે, ‘૨૭ વર્ષ પહેલાં એક ફૌજીએ વચન આપ્યું હતું કે તે પાછો આવશે. આજે એ વચનને પૂરું કરવા માટે મેજર કુલદીપ સિંહ ચાંદપુરી પાછા આવ્યા છે. ભારતની પવિત્ર માટીને સલામ.’ અનુરાગ સિંહ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી આ ફિલ્મ ૨૦૨૬ની ૨૩ જાન્યુઆરીએ રિલીઝ કરવાનું પ્લાનિંગ છે. 

sunny deol bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news