સની દેઓલનું F1 રેસિંગ ડ્રાઇવર બનવાનું સપનું પપ્પાને લીધે અધૂરું રહ્યું

17 August, 2026 09:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સની દેઓલે ખુલાસો કર્યો કે એક સમયે તે પ્રોફેશનલ ફૉર્મ્યુલા વન રેસિંગ ડ્રાઇવર બનવા માગતો હતો. જોકે પિતા ધર્મેન્દ્રના રક્ષણાત્મક સ્વભાવને કારણે તેનું આ સપનું અધૂરું રહી ગયું હતું.

સની દેઓલ

સની દેઓલે તાજેતરમાં પોતાના જીવન સાથે જોડાયેલા એક અજાણ્યા પાસાનો ખુલાસો કરતાં કહ્યું હતું કે ‘હું એક સમયે વ્યાવસાયિક ફૉર્મ્યુલા વન (F1) રેસિંગ ડ્રાઇવર બનવા માગતો હતો. જોકે મારા પિતા ધર્મેન્દ્રના અત્યંત રક્ષણાત્મક સ્વભાવને કારણે મારું આ સપનું અધૂરું રહી ગયું હતું.’
લોકપ્રિય ક્વિઝ રિયલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’ના એક વિશેષ એપિસોડ દરમ્યાન સની દેઓલે આ રસપ્રદ વાત ફૅન્સ સાથે શૅર કરી હતી. શોના હોસ્ટ અમિતાભ બચ્ચને સની દેઓલના રેસિંગ પ્રત્યેના શોખ વિશે પૂછ્યું હતું કે ‘સનીજી, અમે સાંભળ્યું છે કે તમે ફૉર્મ્યુલા વન રેસિંગ ડ્રાઇવર બનવા માગતા હતા?’
અમિતાભના આ પ્રશ્નનો જવાબ આપતાં સની દેઓલ ભૂતકાળમાં સરી પડ્યો હતો. તેણે કહ્યું હતું કે ‘મને નાનપણથી જ ડ્રાઇવિંગનો ખૂબ શોખ હતો, પણ એ સમયે મારા પિતા પોતાનાં બાળકોની સલામતીને લઈને ખૂબ જ સંવેદનશીલ અને રક્ષણાત્મક હતા. તેમને લાગતું હતું કે રમતગમતનાં આવાં ક્ષેત્રોમાં જોખમ વધારે છે. તેથી પરિવારમાં કોઈને પણ આવી જોખમી રમતો કે પ્રવૃત્તિઓમાં આગળ વધવાની પરવાનગી મળતી નહોતી. એને કારણે મારો આ શોખ અધવચ્ચે જ રહી ગયો હતો.’
સની દેઓલ પોતાની આગામી ફિલ્મ ‘બટવારા ૧૯૪૭’ના પ્રમોશન માટે આ શોમાં ગયો હતો, જ્યાં તેની સાથે સહકલાકારો આમિર ખાન અને પ્રીતિ ઝિન્ટા પણ હતાં.

sunny deol dharmendra amitabh bachchan kaun banega crorepati entertainment news sony entertainment television indian television television news