લખન બન્યો પરશુરામ

21 April, 2026 11:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સની દેઓલ ‘લખન’ નામની ઍક્શનપૅક્ડ ફિલ્મમાં કામ કરી રહ્યો છે

સની દેઓલની ફાઇલ તસવીર

‘બૉર્ડર 2’ની સફળતા પછી સની દેઓલ પાસે ઘણી ફિલ્મો લાઇનમાં છે. હાલમાં રિપોર્ટ હતા કે તે ‘લખન’ નામની ઍક્શનપૅક્ડ ફિલ્મમાં કામ કરી રહ્યો છે. હવે રિપોર્ટ્સ મુજબ નિર્માતાઓએ આ ફિલ્મનું ટાઇટલ બદલવાનો નિર્ણય કર્યો છે. ‘લખન’ નામને બદલે હવે ફિલ્મ માટે નવું નામ ‘પરશુરામ’ ફાઇનલ કરવામાં આવી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે ટીમ લાંબા સમયથી યોગ્ય ટાઇટલની શોધમાં હતી અને હવે તેમને એ મળી ગયું છે. ‘લખન’ અને ‘પરશુરામ’ બન્ને મજબૂત નામ હોવા છતાં નિર્માતાઓએ આખરે ‘પરશુરામ’ નામ સાથે આગળ વધવાનો નિર્ણય લીધો છે. મેકર્સને લાગે છે કે આ નવું ટાઇટલ ફિલ્મના અંદાજ, એના ભવ્ય સ્કેલ અને સની દેઓલ દ્વારા ભજવવામાં આવનારા શક્તિશાળી પાત્રને વધુ સારી રીતે પ્રતિબિંબિત કરે છે.

sunny deol upcoming movie entertainment news bollywood bollywood news