27 May, 2026 10:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
સની દેઓલ ભાગ્યે જ જાહેરમાં પત્ની પૂજા દેઓલ સાથે જોવા મળે છે. જોકે ગઈ કાલે તે ઍરપોર્ટ પર પત્ની સાથે ટ્રાવેલ કરતી વખતે ક્લિક થઈ ગયો હતો. આ દરમ્યાન પૂજા કૅમેરાથી બચતી જોવા મળી હતી. પૂજા વર્ષોથી લાઇમલાઇટથી દૂર રહી છે પણ ફોટોગ્રાફર્સે તેને પતિ સની સાથે જોઈને તરત જ પોતાના કૅમેરામાં ક્લિક કરી લીધી હતી. સનીએ પોતાની પહેલી ફિલ્મની રિલીઝ પહેલાં જ પૂજા સાથે લગ્ન કરી લીધાં હતાં અને આ જોડી પોતાની પર્સનલ લાઇફને ખૂબ જ પ્રાઇવેટ રાખે છે.