સની દેઓલ હવે ચમકશે સુપર ઍક્શન લખનમાં

12 April, 2026 10:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મમાં સની દેઓલ ફરી એક વાર જબરદસ્ત ઍક્શન કરતો જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ ઑક્ટોબરથી શરૂ થવાનું છે.

સની દેઓલ

ફિલ્મ ‘બૉર્ડર 2’ની સફળતા બાદ સની દેઓલ હવે ફરી એક વાર જબરદસ્ત ઍક્શન ફિલ્મ સાથે મોટા પડદા પર વાપસી કરવા તૈયાર છે. ડિરેક્ટર નાગેશ ભટ્ટ સાથે તેની આવનારી ફિલ્મનું ટાઇટલ પણ જાહેર થઈ ગયું છે. રિપોર્ટ્‌સ મુજબ આ ફિલ્મનું ટાઇટલ ‘લખન’ રાખવામાં આવ્યું છે. હાલમાં ફિલ્મ માટે સ્ક્રિપ્ટિંગ, ઍક્શન ડિઝાઇન અને પ્રી-પ્રોડક્શનનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ ફિલ્મમાં સની દેઓલ ફરી એક વાર જબરદસ્ત ઍક્શન કરતો જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ ઑક્ટોબરથી શરૂ થવાનું છે.

sunny deol upcoming movie bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news