23 August, 2026 12:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સની દેઓલ અને પૂજા દેઓલ
સની દેઓલ હાલ પોતાની ફિલ્મ ‘બટવારા 1947’ને લઈને ચર્ચામાં છે. જોકે આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર ખાસ કમાલ કરી શકી નથી. આ બધાની વચ્ચે ગઈ કાલે સવારે સની દેઓલનો પરિવાર ઍરપૉર્ટ પર સાથે જોવા મળ્યો હતો. દેઓલ પરિવાર પહેલી વખત આ રીતે જાહેરમાં સાથે જોવા મળ્યો હતો અને એનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
ગઈ કાલે સવારે ઍરપોર્ટ પર સનીનો દીકરો કરણ, તેની પત્ની દ્રિશા આચાર્ય તેમ જ પૂજા દેઓલ જોવા મળ્યાં હતાં. પૂજાએ ઍરપૉર્ટ માટે વેસ્ટર્ન લુક આપતું ડેનિમ આઉટફિટ પહેર્યું હતું અને વાળનો મેસી બન બનાવ્યો હતો. નો-મેકઅપ લુકમાં પણ પૂજા ખૂબ જ સ્ટાઇલિશ અને સુંદર લાગી રહી હતી. જોકે આ દરમ્યાન સની જોવા મળ્યો નહોતો. આ સમયે દ્રિશા પણ પોતાની સાસુ પૂજાની જેમ ડેનિમ આઉટફિટમાં જોવા મળી હતી. તેણે વાઇટ ટી-શર્ટ પર ડેનિમ શર્ટ પહેર્યું હતું અને એની સાથે ડેનિમ ટ્રાઉઝર પેર કર્યું હતું. દ્રિશા પણ નો-મેકઅપ લુકમાં આકર્ષક લાગી રહી હતી.