20 July, 2026 02:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એનિમેટેડ ફિલ્મ
Bollywood updateઍનિમેટેડ ફિલ્મ ‘મહાપ્રભુ જગન્નાથ’ના નિર્માતાઓને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ફિલ્મની રિલીઝને શરતી મંજૂરી આપી છે. અદાલતે આદેશ આપ્યો છે કે ફિલ્મ રથયાત્રા પૂર્ણ થયા બાદ ૨૮ જુલાઈ અથવા તો એ પછી જ થિયેટરમાં રિલીઝ કરી શકાશે. આ પહેલાં ભગવાન જગન્નાથના ચિત્રણને લઈને ઊઠેલા વાંધાઓને ધ્યાનમાં રાખીને ઓડિશા હાઈ કોર્ટે ફિલ્મની રિલીઝ પર રોક લગાવી હતી.
ઓડિશા હાઈ કોર્ટનું માનવું હતું કે ફિલ્મમાં સ્કંદ પુરાણમાં વર્ણવાયેલાં ધાર્મિક વર્ણનો અને પરંપરાઓનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું નથી. આ કારણસર અદાલતે સમગ્ર દેશમાં ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી નિર્માતાઓએ ૧૫ જુલાઈએ ઓડિશા હાઈ કોર્ટના આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આ સાથે જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, ઓડિશા સરકાર, સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન, મંદિર પ્રશાસન અને અન્ય સંબંધિત પક્ષોને નોટિસ પણ પાઠવી છે.
ભગવાન જગન્નાથની રથયાત્રાની શરૂઆત ૧૬ જુલાઈથી થઈ હતી અને એ ૨૭ જુલાઈ સુધી ચાલશે. આ સમયે લોકોની ધાર્મિક ભાવનાને ધ્યાનમાં રાખીને ન્યાયમૂર્તિ બી. વી. નાગરત્ના અને ન્યાયમૂર્તિ આર. મહાદેવનની ખંડપીઠે ફિલ્મને હાલ રિલીઝ કરવાની મંજૂરી આપી નહોતી.
ઇમરાન હાશ્મીની ‘આવારાપન 2’ ૧૪ ઑગસ્ટે રિલીઝ થશે. આ ફિલ્મ ૨૦૦૭માં આવેલી ‘આવારાપન’ની સીક્વલ છે. હવે રિપોર્ટ પ્રમાણે ‘આવારાપન 2’ રિલીઝ થાય એ પહેલાં જ મૂળ ફિલ્મ ‘આવારાપન’ ૩૧ જુલાઈએ ફરી એક વાર સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. મળતી માહિતી પ્રમાણે ‘આવારાપન’ આજે પણ એની સ્ટારકાસ્ટ, વિષયવસ્તુ, લાગણીસભર દૃશ્યો અને ખાસ કરીને એના યાદગાર સંગીતને કારણે દર્શકોના મનમાં ખાસ સ્થાન ધરાવે છે. આ જ કારણસર સીક્વલ પહેલાં ફિલ્મને ફરી મોટા પડદા પર લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો ૩૧ જુલાઈએ ‘આવારાપન’ ફરી રિલીઝ થશે તો એનો સીધો મુકાબલો ટૉમ હૉલૅન્ડ અને ઝેન્ડાયા અભિનીત હૉલીવુડ ફિલ્મ ‘સ્પાઇડર-મૅન : બ્રૅન્ડ ન્યુ ડે’ સાથે થશે.
ચાંદ મેરા દિલ
‘ચાંદ મેરા દિલ’ એક મૉડર્ન લવ સ્ટોરી છે, જેમાં લાગણીઓનો મજબૂત સ્પર્શ આપવામાં આવ્યો છે. ફિલ્મની વાર્તા આરવ (લક્ષ્ય લાલવાણી) અને ચાંદની (અનન્યા પાંડે) નામના બે એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓની આસપાસ ફરે છે. બન્ને એકબીજાના પ્રેમમાં પડે છે, પણ જ્યારે ચાંદની પ્રેગ્નન્ટ બને છે ત્યારે તેમની જિંદગી સંપૂર્ણપણે બદલાઈ જાય છે. શરૂઆતમાં ગભરાટ અને ગર્ભપાત કરાવવાનો વિચાર આવવા છતાં આખરે બન્ને બાળકને જન્મ આપવાનો અને લગ્ન કરવાનો નિર્ણય લે છે. આ નિર્ણય સુધી પહોંચવાની તેમની સફરમાં સંબંધમાં આવતા મોટા ઉતાર-ચડાવ, ભાવનાત્મક સંઘર્ષ અને મુશ્કેલ પરિસ્થિતિઓ જ ફિલ્મની કહાનીનો સૌથી મોટો ટ્વિસ્ટ છે. આ ફિલ્મ જિયો હોટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહી છે.
રક્તાંચલ
‘રક્તાંચલ’ની સીઝન 3માં ખૂંખાર ગૅન્ગવૉરની વાર્તા પૂર્વાંચલથી આગળ વધીને ૨૦૦૦ના દાયકાની શરૂઆતના લખનઉના રાજકીય વાતાવરણ સુધી પહોંચે છે. અહીં ગુનાખોરીનું સામ્રાજ્ય અને સત્તાની રાજનીતિ આમને-સામને આવી જાય છે. અહીં વિ રક્તાંચલ ધાનસભાની ચૂંટણીમાં વિજય સિંહ (ક્રાંતિ પ્રકાશ ઝા) ફરી મેદાનમાં ઊતર્યો છે. માફિયા સિસ્ટમનો અંદરથી અંત લાવવાના હેતુથી વિજય ચૂંટણી લડીને પોતાનો માર્ગ સાફ કરવાનો પ્રયાસ કરશે પણ તેની સામે તેનો સૌથી મોટો દુશ્મન વસીમ ખાન (નિકિતિન ધીર) મક્કમ ઊભો છે. વિજયને કાયમ માટે ખતમ કરવા માટે તે નવાં અને ખતરનાક રાજકીય ગઠબંધનો બનાવે છે. આ પરિસ્થિતિમાં ઉત્તર પ્રદેશ પર સંપૂર્ણ કબજો જમાવવાની લડાઈમાં વિશ્વાસઘાત, સત્તાસંઘર્ષ અને લોહિયાળ અથડામણોનો નવો અધ્યાય શરૂ થાય છે. ‘રક્તાંચલ’ની સીઝન ૩ ઍમૅઝૉન MX પ્લૅયર પર સ્ટ્રીમ થઈ રહી છે.