દિવંગત સુશાંત સિંહ રાજપૂતની યાદમાં પિતા સ્થાપશે ફિલ્મ-ઇન્સ્ટિટ્યૂટ

25 January, 2026 11:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ઇન્સ્ટિટ્યૂટનો હેતુ કલા, સંસ્કૃતિ અને ફિલ્મક્ષેત્રમાં રસ ધરાવતા યુવાનોને તાલીમ આપવાનો છે. સુશાંતની યાદમાં પિતા શરૂ કરવાના છે એ ઇન્સ્ટિટ્યૂટ દીકરાના ક્રીએટિવ વિચારો અને સપનાંઓથી પ્રેરિત હોવાનું રિપોર્ટ્સમાં જણાવાયું છે.

સુશાંત સિંહ રાજપૂત અને કૃષ્ણ કુમાર સિંહ

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને ૬ વર્ષ પૂર્ણ થઈ ગયાં છે અને ૨૧ જાન્યુઆરીએ તેની ચાલીસમી જન્મજયંતી હતી. એ દિવસે દિવંગત ઍક્ટરના પિતા કૃષ્ણ કુમાર સિંહે દીકરાની યાદગીરીમાં એક સંસ્થાની સ્થાપનાની મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. આ સંસ્થાનું નામ ‘સુશાંત સિંહ રાજપૂત મેમોરિયલ ક્લબ ઍન્ડ ફિલ્મ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ’ રાખવામાં આવશે.
આ ઇન્સ્ટિટ્યૂટનો હેતુ કલા, સંસ્કૃતિ અને ફિલ્મક્ષેત્રમાં રસ ધરાવતા યુવાનોને તાલીમ આપવાનો છે. સુશાંતની યાદમાં પિતા શરૂ કરવાના છે એ ઇન્સ્ટિટ્યૂટ દીકરાના ક્રીએટિવ વિચારો અને સપનાંઓથી પ્રેરિત હોવાનું રિપોર્ટ્સમાં જણાવાયું છે. આ પ્લૅટફૉર્મ યુવાનોને ઍક્ટિંગ, ડિરેક્શન, રાઇટિંગ તેમ જ ટેક્નિકલ એજ્યુકેશન જેવાં ક્ષેત્રોમાં આગળ વધવાની તક આપશે. ઇન્સ્ટિટ્યૂટની 
ઑફિસ બિહારના પટના સ્થિત કંકડબાગ હાઉસિંગ કૉલોનીમાં છે અને ત્યાં જ વર્કશૉપ્સ અને ટ્રેઇનિંગ ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવશે.

sushant singh rajput bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news