ઉનાળાની ગરમીનો સામનો કરવા તાપસીએ દાન કર્યાં વૉટર-કૂલર્સ

15 May, 2025 08:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તાપસી પન્નુએ ગરમીની સીઝનમાં લોકોને રાહત થાય એ માટે ઝૂંપડપટ્ટીમાં જઈને ઇન્સ્યુલેટેડ વૉટર કૂલર્સનું દાન કર્યું હતું

ઉનાળાની ગરમીનો સામનો કરવા તાપસીએ દાન કર્યાં વૉટર-કૂલર્સ

ઉનાળાની ગરમીમાં વધારો થતાં તાપસી પન્નુએ ગરીબ અને વંચિત લોકોને મદદ કરવા માટેનાં પગલાં ભર્યાં છે. તેણે ગરમીની સીઝનમાં લોકોને રાહત થાય એ માટે ઝૂંપડપટ્ટીમાં જઈને ઇન્સ્યુલેટેડ વૉટર કૂલર્સનું દાન કર્યું હતું. તાપસીએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર આ માનવતાવાદી કાર્યની કેટલીક તસવીરો શૅર કરીને કૅપ્શનમાં લખ્યું હતું, ‘@hemkunt_foundation સાથે આગળનો રાઉન્ડ. આ વખતે તેમને ઉનાળાનો સામનો કરવા માટે તૈયાર થવામાં મદદ કરી, જેથી તેઓ પોતાના પરિવાર માટે ઠંડું પાણી સ્ટોર કરી શકે. તમારા કમ્ફર્ટ ઝોનની બહાર લોકોની મદદ કરવાનો આનંદ વાસ્તવિક છે એ અજમાવી જુઓ.’

તાપસીએ અગાઉ આ ફાઉન્ડેશનના નેજા હેઠળ લોકોને પંખા અને કૂલર આપ્યાં હતાં. તાપસી આ ફાઉન્ડેશન સાથે જોડાયેલી છે. ગુડગાંવ સ્થિત હેમકુંટ ફાઉન્ડેશન ૨૧ રાજ્યોમાં વિવિધ ક્ષેત્રે સેવાપ્રવૃત્તિ કરે છે.

taapsee pannu entertainment news bollywood bollywood news