✕

તાપસી પન્નુ સોશ્યલ મીડિયા પર પતિ સાથેની તસવીરો કેમ પોસ્ટ નથી કરતી?

28 September, 2026 01:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તાપસી પન્નુ પતિ મથીઅસ બો સાથેની તસવીરો ભાગ્યે જ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરે છે. તેણે કહ્યું કે સોશ્યલ મીડિયાનું નેગેટિવ વાતાવરણ અને લોકોનું પ્રેશર જોતા પોતાની ખુશી અને પર્સનલ લાઇફને ખાનગી રાખવાનું પસંદ કરે છે.

તાપસી પન્નુ અને મથીઅસ બો

તાપસી પન્નુ સોશ્યલ મીડિયા પર ભાગ્યે જ પતિ મથીઅસ બો સાથેની તસવીરો પોસ્ટ કરે છે અને મોટા ભાગે એવું કરવાનું ટાળે છે. તાપસીની આખી સોશ્યલ મીડિયા વૉલ માત્ર પ્રોફેશનલ પોસ્ટથી ભરેલી જોવા મળે છે.
હાલમાં તાપસીએ પોતાની પર્સનલ લાઇફ સોશ્યલ મીડિયા પર શૅર ન કરવાનું કારણ જણાવતાં કહ્યું હતું કે, ‘લોકો સવાલ કરે છે કે હું સોશ્યલ મીડિયા પર કંઈ પોસ્ટ કેમ નથી કરતી અને ઍનિવર્સરી પર પણ કોઈ પોસ્ટ કરતી નથી. હું કહું છું કે ઍનિવર્સરી પર મારા પતિને હું પોસ્ટ કરીને શા માટે વિશ કરીશ? હું તેને સીધી જ વિશ કરીશ. હું એવા બિઝનેસમાં છું જ્યાં લોકોની અપેક્ષાઓ અને પ્રેશર ઘણું હોય છે. જ્યારે ઇન્સ્ટાગ્રામ શરૂ થયું હતું ત્યારે હું શરૂઆતમાં જ એનો હિસ્સો બની ગઈ હતી. શરૂઆતમાં મને પણ દરેક વસ્તુ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરવાનું મન થતું હતું પણ પછી મને સમજાયું કે સોશ્યલ મીડિયાનો જે પાવર છે એને દરેક વ્યક્તિ સંભાળી શકતી નથી. ધીમે-ધીમે સોશ્યલ મીડિયાનું વાતાવરણ નેગેટિવ થવા લાગ્યું હતું. આ કારણે મને લાગ્યું કે પોતાની ખુશીને બચાવવી જરૂરી છે. આ કારણોસર જ હું મારી પર્સનલ લાઇફ સોશ્યલ મીડિયામાં શૅર નથી કરતી.’

taapsee pannu entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood