તાપસી પન્નુની લેટેસ્ટ અસ્સીમાં સૌથી વધારે પૈસા મળ્યા છે એના લેખકને

26 January, 2026 11:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનુભવ સિંહાની આ ફિલ્મ ૨૦ ફેબ્રુઆરીએ થિયેટરમાં રિલીઝ કરવાની જાહેરાત

તાપસી પન્નુની `અસ્સી` ૨૦ ફેબ્રુઆરીએ થિયેટરમાં રિલીઝ થશે

હાલમાં ફિલ્મમેકર અનુભવ સિંહાની ફિલ્મ ‘અસ્સી’ની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. ૨૦ ફેબ્રુઆરીએ રિલીઝ થનારી આ ફિલ્મમાં તાપસી પન્નુ મુખ્ય ભૂમિકામાં હશે. જોકે એના લેખક સૌથી વધુ સૅલેરી મેળવનારા ક્રૂ-મેમ્બર છે અને આ વાતનો ઉલ્લેખ એનું શરૂઆતનું પોસ્ટર લૉન્ચ કરતી વખતે કરવામાં આવ્યો છે. આ પોસ્ટરમાં લખવામાં આવ્યું હતું કે ‘માનો કે ન માનો, આ ફિલ્મમાં સૌથી વધુ સૅલેરી મેળવનારો ક્રૂ-મેમ્બર લેખક છે.’

આ સંદર્ભે મીડિયા સાથે વાતચીત કરતી વખતે ગૌરવ સોલંકીએ કહ્યું હતું કે ‘મને લાગે છે કે આ હિન્દી સિનેમામાં એક નવો બેન્ચમાર્ક સેટ કરશે. મને ખૂબ ખુશી અને ગર્વ છે કે આવું થયું છે. આ માત્ર પૈસાની વાત નથી પણ એ સન્માનની વાત છે જે ઘણા સમય પહેલાં મળવું જોઈતું હતું. એટલે આ ચોક્કસપણે સમગ્ર લેખક સમુદાય માટે સારો સંકેત છે, કારણ કે સ્ક્રિપ્ટ કોઈ પણ ફિલ્મની કરોડરજ્જુ હોય છે. ચાહે એ મોટી ફિલ્મ હોય કે નાના બજેટની ફિલ્મ. બધી ફિલ્મોની શરૂઆત એક સાદા સફેદ કાગળ પર લખાયેલી વાર્તાથી થાય છે. આ ફિલ્મ દ્વારા અમે એ સંદેશ આપી રહ્યા છીએ કે લેખકો અને સ્ક્રિપ્ટને એ સન્માન મળવું જોઈએ જેના તેઓ હકદાર છે.’

taapsee pannu upcoming movie anubhav sinha entertainment news bollywood bollywood news