ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં વધતી વયના મામલે મહિલાઓ સાથે ભેદભાવ થાય છે

30 June, 2026 01:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તાપસી પન્નુએ આ મામલે વાત કરતાં કહ્યું કે પુરુષ કલાકારો સાથે આવું ક્યારેય નથી થતું

તાપસી પન્નુ

તાપસી પન્નુએ તાજેતરમાં ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓ સાથે થતા ભેદભાવના મુદ્દે ખુલ્લેઆમ વાત કરી છે. તેણે જણાવ્યું હતું કે વધતી ઉંમરને કારણે મને હવે અમુક પ્રકારના રોલ ઑફર થતા નથી, કારણ કે નિર્માતાઓને લાગે છે કે હું આવાં પાત્રો માટે હવે વધુ ઉંમરની થઈ ગઈ છું.

પોતાની આ લાગણી વ્યક્ત કરતાં તાપસીએ કહ્યું હતું કે ‘જ્યાં સુધી તમે ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવો છો ત્યાં સુધી તમારી ઉંમર ૩૦ વર્ષની થઈ જાય છે. ત્યાર બાદ લોકો કહે છે કે તમે રોમૅન્ટિક-કૉમેડી ફિલ્મોમાં કામ કરવા માટે પૂરતાં યંગ નથી. પુરુષ કલાકારો માટે આવું નથી થતું. શાહરુખ ખાન વિશે તો તમે આવી વાત કહેવાની હિંમત પણ ન કરી શકો. ઇન્ડસ્ટ્રીમાં ઉંમરને લઈને ભેદભાવ એક મોટો મુદ્દો છે. સાઉથની ઇન્ડસ્ટ્રીમાં પણ મારી સાથે આવું થતું હતું.’

taapsee pannu entertainment news bollywood bollywood news bollywood buzz