‘હસીન દિલરૂબા’માં પહેલી પસંદ નહોતી તાપસી

12 June, 2021 11:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ મિસ્ટરીને ન માત્ર સુંદર રીતે લખવામાં આવી છે, પરંતુ એનાં કૅરૅક્ટર્સ પણ અદ્ભુત છે. મને એ વાતની ખુશી છે કે મારા લુક અને મારા પર્ફોર્મન્સ પર મને એક્સપરિમેન્ટ કરવાની તક મળી છે.

તાપસી પન્નૂ

તાપસી પન્નુનું કહેવું છે કે તે ‘હસીન દિલરૂબા’માં તે પહેલી પસંદ નહોતી. વિનીલ મૅથ્યુ ડિરેક્ટેડ આ મિસ્ટરી-થ્રિલર વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં વિક્રાન્ત મૅસી અને હર્ષવર્ધન રાણે પણ લીડ રોલમાં છે. પોતે પહેલી પસંદ નહોતી એ વિશે તાપસીએ કહ્યું હતું કે ‘મેં જે દિવસે રાઇટર કનિકા ઢિલ્લોંના બેઝિક આઇડિયા ‘હસીન દિલરૂબા’ વિશે સાંભળ્યું ત્યારથી જ મને એના સાહસની લગની લાગી રહી હતી. આ ફિલ્મ મારી પાસે ત્યારે આવી જ્યારે તમામ પર્યાય ખતમ થઈ ગયા હતા. એવી કહેવત છે કે ‘જે વસ્તુ તમારા નસીબમાં હોય છે એને કોઈ ન ઝૂંટવી શકે.’ આ વાત અહીં લાગુ પડે છે. આ મિસ્ટરીને ન માત્ર સુંદર રીતે લખવામાં આવી છે, પરંતુ એનાં કૅરૅક્ટર્સ પણ અદ્ભુત છે. મને એ વાતની ખુશી છે કે મારા લુક અને મારા પર્ફોર્મન્સ પર મને એક્સપરિમેન્ટ કરવાની તક મળી છે. ખરું કહું તો હું આવા પ્રકારની વ્યક્તિ નથી. આપણને બધાને રિસ્ક લેવું પસંદ હોય છે.’

bollywood news bollywood bollywood gossips entertainment news taapsee pannu