મેં બૉલીવુડ કરતાં સાઉથની ઇન્ડસ્ટ્રીમાં વધુ સફળ ફિલ્મો જોઈ છે : તમન્ના ભાટિયા

27 July, 2021 03:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાઉથમાં તેણે ઘણી ફિલ્મોમાં નાની-નાની ભૂમિકા પણ ભજવી છે જે માટે તેના કામને ખૂબ જ વખાણવામાં આવ્યું છે.

તમન્ના ભાટિયા

તમન્ના ભાટિયાનું કહેવું છે કે તેણે બૉલીવુડ કરતાં સાઉથની ફિલ્મોમાં વધુ સફળતા જોઈ છે. તેણે બૉલીવુડમાં ‘હિમ્મતવાલા’, ‘એન્ટરટેઇનમેન્ટ’ અને ‘હમશકલ્સ’જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ વિશે વાત કરતાં તમન્નાએ કહ્યું હતું કે ‘મેં સાઉથમાં ઘણી સક્સેસફુલ ફિલ્મો જોઈ છે અને એ ખૂબ જ સિમ્પલ પણ છે. ઇન્ડસ્ટ્રી સરખી રીતે જ કામ કરે છે. કામમાં કોઈ તફાવત નથી. અંતે તમને જે જગ્યાએ વધુ સફળતા મળે છે એ જગ્યાએ તમને વધુ સારી રીતે સ્વીકાર્યા હોય છે.’

સાઉથમાં તેણે ઘણી ફિલ્મોમાં નાની-નાની ભૂમિકા પણ ભજવી છે જે માટે તેના કામને ખૂબ જ વખાણવામાં આવ્યું છે. એમાંની એક ‘સે રા નરસિમ્હા રેડ્ડી’ છે. આ વિશે જણાવતાં તમન્નાએ કહ્યું હતું કે ‘મને લાગે છે કે સાઉથમાં મને ખૂબ જ પ્રેમ અને ફૅન-ફૉલોઇંગ મળ્યાં છે. મારી ઇચ્છા છે કે હું જે કામ કરી રહી છું એ દ્વારા હું ઇન્ડિયાના વિવિધ લોકો સુધી પહોંચી શકું અને આશા છે કે વિદેશમાં પણ હું લોકો સુધી પહોંચી શકું.’

tamannaah bhatia entertainment news