તમન્નાને વેબ-શો માટે સાઇન કરી દિનેશ વિજને

04 August, 2021 09:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ શોમાં તેના પાત્રને ખૂબ જ સારી રીતે લખવામાં આવ્યું હોવાની વાતો ઊડી રહી છે. તે આ મહિનાના અંતમાં મુંબઈમાં એનું શૂટિંગ શરૂ કરશે.

તમન્ના ભાટિયા

દિનેશ વિજને તેની મૅડૉક ફિલ્મ્સ હેઠળના વેબ-શો માટે તમન્ના ભાટિયાને સાઇન કરી હોવાની ચર્ચા ચાલી રહી છે. તે હાલમાં જ તેમની ઑફિસની બહાર જોવા મળી હતી. તે પ્રોજેક્ટ સાઇન કરવા માટે ગઈ હોવાની ચર્ચા ચાલી હતી. આ શોમાં તેના પાત્રને ખૂબ જ સારી રીતે લખવામાં આવ્યું હોવાની વાતો ઊડી રહી છે. તે આ મહિનાના અંતમાં મુંબઈમાં એનું શૂટિંગ શરૂ કરશે.

bollywood bollywood gossips entertainment news tamannaah bhatia