22 February, 2025 11:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાશા થડાની
ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં હાલમાં તમન્ના ભાટિયા અને રવીના ટંડનની દીકરી રાશા થડાનીની મિત્રતા ચર્ચામાં છે. બન્ને આજકાલ ઘણી વાર સાથે જોવા મળે છે. તમન્નાએ રાશાની ડેબ્યુ ફિલ્મ ‘આઝાદ’ના ગીત ‘ઉઇ અમ્મા’ પર ડાન્સ કર્યો હતો. થોડા દિવસ પહેલાં પણ તમન્નાએ એક ઇવેન્ટમાં આ ગીત પર ડાન્સ કર્યો હતો જેને જોઈને ફૅન્સ ખુશ થઈ ગયા હતા.
તમન્ના અને રાશા હાલમાં ડિનર-ડેટ પર પણ સાથે જોવા મળ્યાં હતાં જેનો વિડિયો વાઇરલ થયો છે. રાશા ખાસ મિત્ર તમન્ના સાથે ‘ગર્લ્સ ઓન્લી - ડિનર ડેટ’ પર ગઈ હતી. એ સમયે ૩૫ વર્ષની તમન્ના અને ૧૯ વર્ષની રાશાનું બૉન્ડિંગ જોઈને ફૅન્સ ફિદા થઈ ગયા હતા.
રાશા રિયલ લાઇફમાં તમન્ના ભાટિયા અને તમન્નાના બૉયફ્રેન્ડ વિજય વર્માની બહુ નજીક છે અને તેમને પોતાના અડૉપ્ટેડ પેરન્ટ્સ કહે છે. એટલે કે રાશા તમન્નાને પોતાની મમ્મી માને છે. તમન્ના પણ રાશા પર ખૂબ પ્રેમ વરસાવે છે. એક ઇન્ટરવ્યુમાં જ્યારે રાશાને પૂછવામાં આવ્યું કે તું તમન્નાને શું હૅશટૅગ આપશે? ત્યારે તેણે કહ્યું કે ‘અડૉપ્ટેડ મૉમ.’ રાશાએ મજાકમાં કહ્યું કે તમન્ના અને તેના બૉયફ્રેન્ડ વિજય વર્માએ મને દત્તક લીધી છે.