01 December, 2025 02:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સિદ્ધાંત ચતુર્વેદી,
થોડા સમય પહેલાં સમાચાર આવ્યા હતા કે ફિલ્મજગતના દિગ્ગજ વ્યક્તિત્વ વી. શાંતારામની બાયોપિક ‘ચિત્રપતિ વી. શાંતારામ’માં સિદ્ધાંત ચતુર્વેદી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. હવે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મમાં તમન્ના ભાટિયાને પણ મહત્ત્વના રોલમાં સાઇન કરવામાં આવી છે.
આ ફિલ્મ વિશે વાત કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ‘તમન્ના ભાટિયા હાલ ખૂબ સારા ફેઝમાં છે અને તેણે સાબિત કર્યું છે કે તે અલગ-અલગ પાત્રો સારી રીતે ભજવી શકે છે. ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી વી. શાંતારામનો રોલ ભજવી રહ્યો છે અને તમન્ના પણ એક રિયલ-લાઇફ પાત્ર નિભાવે છે. તમન્ના આ રોલને લઈને ઉત્સાહી છે, કારણ કે એ રોલ પડકારજનક છે અને તેની નવી ઇમેજ બની શકશે.’