થ્રિલરમાં એટલી તો ક્ષમતા હોય છે કે તમે એક જ બેઠકમાં એ જોઈ શકો: તમન્ના ભાટિયા

07 June, 2021 09:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તમન્ના ક્રાઇમ-થ્રિલર ‘11th Hour’ અને ‘નવેમ્બર સ્ટોરી’માં જોવા મળી રહી છે

તમન્ના ભાટિયા

તમન્ના ભાટિયાનું માનવું છે કે થ્રિલરમાં એટલી ક્ષમતા હોય છે કે દર્શકો એકસાથે જ આખી કન્ટેન્ટ જોઈ શકે છે. તમન્ના ક્રાઇમ-થ્રિલર ‘11th Hour’ અને ‘નવેમ્બર સ્ટોરી’માં જોવા મળી રહી છે. થ્રિલર વિશે તમન્નાએ કહ્યું હતું કે ‘થ્રિલરને જો સારી રીતે બનાવવામાં આવે તો એમાં એટલી ક્ષમતા હોય છે કે એને તમે એક જ બેઠકમાં જોઈ શકો છો. શો બનાવનારાની ઇચ્છા હોય છે કે તેમનો શો દરેક વ્યક્તિ જુએ. એથી જો તમે થ્રિલર જોવાનું પસંદ કરો અને એને સારી રીતે બનાવવામાં આવે તો એનામાં એટલું તો સામર્થ્ય હોય છે કે એને એકસાથે જોવાનું મેકર્સનું લક્ષ પૂરું થઈ શકે છે.’

entertainment news bollywood bollywood news bollywood gossips tamannaah bhatia