28 April, 2025 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કેમેરામાં કેદ ઘટના અને વિજય
ઍક્ટરમાંથી તામિલનાડુના રાજકીય નેતા બનેલા વિજયે ગઈ કાલે કોઇમ્બતુરમાં પ્રચાર માટે એક રૅલી યોજી હતી ત્યારે તેના એક ચાહકે તેને મળવા માટે એક ઝાડ પરથી તેના વાહન પર કૂદકો માર્યો હતો. એકાએક આ રીતે તેનો ચાહક કૂદીને આવતાં થોડી સેકન્ડ સુધી વિજય ચોંકી ગયો હતો. ત્યાર બાદ વિજયે તેને ઊભા થવામાં મદદ કરી હતી અને તેને પોતાની પાર્ટીનો સ્કાર્ફ આપ્યો હતો. આ વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વિડિયોમાં દેખાય છે કે વિજય તેના વાહનમાંથી આસપાસ એકઠી થયેલી ભીડનું હાથ હલાવીને અભિવાદન કરી રહ્યો છે ત્યારે એકાએક તેની પાછળની સાઇડમાં ઘોંઘાટ થતો જોવા મળે છે. ઝાડ પરથી કૂદી પડેલા ચાહકને જોઈને વિજય ડઘાઈ જાય છે, પણ પછી તે તેને પાર્ટીનો સ્કાર્ફ આપે છે. એ જ સમયે બીજો એક ચાહક વાહનમાં ચડીને વિજયને મળવા આવી પહોંચે છે.
આ ઘટના વિશે લોકોએ પ્રતિક્રિયા આપતાં આ ઘટનાને પહેલાંથી પ્લાન કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. એક યુઝરે તો સવાલ કર્યો હતો કે આ કઈ જાતનું ગાંડપણ છે? વિજયના ચાહકોમાં બુદ્ધિ નથી?