28 November, 2021 02:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘યોદ્ધા’ની શરૂઆત
સિદ્ધાર્થ મલ્હોત્રાએ ‘યોદ્ધા’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. પૂજા કર્યા બાદ ફિલ્મની શરૂઆત કરવામાં આવી હતી. કરણ જોહરના ધર્મા પ્રોડક્શને ફિલ્મ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ પહેલી ઍરિયલ ઍક્શન ફ્રૅન્ચાઇઝી છે. ફિલ્મમાં સિદ્ધાર્થ અનોખા અવતારમાં દેખાવાનો છે. શૂટિંગના પહેલા દિવસનો ફોટો સિદ્ધાર્થે શૅર કર્યો છે. ફોટોમાં તેની પીઠ અને ક્લૅપબોર્ડ દેખાય છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સિદ્ધાર્થે કૅપ્શન આપી હતી, ‘યોદ્ધા’ બિગિન્સ.
આ જ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરણ જોહરે કૅપ્શન આપી હતી, ‘યોદ્ધા’ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે.’