સારા-સારા સિનેમાનું ડેસ્ટિનેશન છે કાન ફિલ્મ ફેસ્ટિવલ : અદિતિ રાવ હૈદરી

19 May, 2022 09:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૭૫મા કાન ફિલ્મ ફેસ્ટિવલની રેડ કાર્પેટ પર અદિતિ પોતાનો ડેબ્યુ કરી રહી છે.

અદિતિ રાવ હૈદરી

અદિતિ રાવ હૈદરીનું કહેવું છે કે કાન ફિલ્મ ફેસ્ટિવલ એક એવી જગ્યા છે જ્યાં સારા-સારા સિનેમાનો ઘેરાવો જોવા મળે છે. ૭૫મા કાન ફિલ્મ ફેસ્ટિવલની રેડ કાર્પેટ પર અદિતિ પોતાનો ડેબ્યુ કરી રહી છે. આ વિશે અદિતિએ કહ્યું હતું કે ‘હું જેમની ફિલ્મોને જોઈને મોટી થઈ છું અથવા તો હજી પણ ફિલ્મોમાં જોઈ રહી છું તેમને મળવા માટે ઉત્સાહી છું. આ ફેસ્ટિવલ સિનેમા વિશે છે અને અહીં ફિલ્મ અને ફિલ્મમેકર્સનું ‌ડેસ્ટિનેશન છે. સિનેમા મારા માટે એક મૅજિક જેવું છે. આથી હું પોતાને નસીબદાર માનું છું કે ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક પાર્ટ છું.’

bollywood news entertainment news aditi rao hydari