28 February, 2026 01:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિવેક ઑબેરૉયનો ફર્સ્ટ લુક
‘કબીર સિંહ’ અને ‘ઍનિમલ’ પછી ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા પોતાની આગામી ફિલ્મ ‘સ્પિરિટ’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ ૨૦૨૭ની પાંચમી માર્ચે રિલીઝ થવાની છે, પણ થોડા સમય પહેલાં પ્રભાસનો લુક રિવિલ કરવામાં આવ્યો હતો અને હવે વિવેક ઑબેરૉયનો ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યો છે. મોઢામાં સિગાર, બાથરોબ અને કાળાં ચશ્માં સાથે વિવેક અત્યંત સ્ટાઇલિશ દેખાઈ રહ્યો છે. આ પોસ્ટર સાથે કૅપ્શન લખવામાં આવી છે, ‘અંધકારમાં છુપાયેલું એક રહસ્ય અને એવી આંખો જે સૌથી ઊંડાં રહસ્યોને યાદ રાખે છે. ૨૦૨૭ની પાંચમી માર્ચથી વિશ્વભરનાં સિનેમાઘરોમાં.’