ધ કેરલા સ્ટોરી 2:ગોઝ બિયૉન્ડને U/A સર્ટિફિકેટ મેકર્સે માન્યો સેન્સર બોર્ડનો આભાર

21 February, 2026 11:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સામાન્ય રીતે આવા સંવેદનશીલ વિષય ધરાવતી ફિલ્મોને A (માત્ર વયસ્કો માટે) સર્ટિફિકેટ આપવામાં આવે છે. જોકે ‘ધ કેરલા સ્ટોરી 2 : ગોઝ બિયૉન્ડ’ને U/A સર્ટિફિકેટ મળતાં મેકર્સ ખુશ છે અને આ માટે તેમણે સેન્સર બોર્ડનો આભાર માન્યો છે. 

ધ કેરલા સ્ટોરી 2:ગોઝ બિયૉન્ડને U/A સર્ટિફિકેટ મેકર્સે માન્યો સેન્સર બોર્ડનો આભાર

ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી 2 : ગોઝ બિયૉન્ડ’નું ટ્રેલર રિલીઝ થયા પછી એ ચર્ચામાં છે. આ ફિલ્મ ૨૭ ફેબ્રુઆરીએ દેશભરનાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન તરફથી U/A સર્ટિફિકેટ મળ્યું છે જેનો અર્થ એ થાય છે કે ૧૪ વર્ષથી વધુ વયના દર્શકો આ ફિલ્મ જોઈ શકે છે. સામાન્ય રીતે આવા સંવેદનશીલ વિષય ધરાવતી ફિલ્મોને A (માત્ર વયસ્કો માટે) સર્ટિફિકેટ આપવામાં આવે છે. જોકે ‘ધ કેરલા સ્ટોરી 2 : ગોઝ બિયૉન્ડ’ને U/A સર્ટિફિકેટ મળતાં મેકર્સ ખુશ છે અને આ માટે તેમણે સેન્સર બોર્ડનો આભાર માન્યો છે. 

‘ધ કેરલા સ્ટોરી 2 : ગોઝ બિયૉન્ડ’માં ધર્મપરિવર્તનના કારણે ગેરકાયદે પ્રવૃત્તિઓમાં ફસાઈ ગયેલી યુવતીઓની કહાની દર્શાવવામાં આવી છે. નિર્માતાઓનું કહેવું છે કે ફિલ્મ ભારતીય કાનૂની વ્યવસ્થામાં નોંધાયેલા વાસ્તવિક કેસોથી પ્રેરિત છે. ફિલ્મના નિર્માતા વિપુલ અમૃતલાલ શાહે આ નિર્ણય વિશે જણાવ્યું હતું કે ‘અમારી ફિલ્મને U/A પ્રમાણપત્ર આપવાના નિર્ણય માટે હું સેન્સર બોર્ડનો દિલથી આભારી છું. આથી એ સ્પષ્ટ થાય છે કે અમે જે ઇરાદા અને ઈમાનદારીથી આ વાર્તા રજૂ કરી છે એમાં તેમને વિશ્વાસ છે. આ નિર્ણય મહત્ત્વનો છે, કારણ કે હવે અમે ફિલ્મના માધ્યમથી દેશભરની યુવતીઓ અને પરિવારો સુધી પહોંચી શકીશું.’

ફિલ્મના સેન્સર સર્ટિફિકેટને રદ કરવાની માગણી સાથે કેરલા હાઈ કોર્ટમાં અરજી

ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી 2 : ગોઝ બિયૉન્ડ’ને મળેલા સેન્સર સર્ટિફિકેટને રદ કરવાની માગણી સાથે કેરલા હાઈ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. હાઈ કોર્ટે આ મામલે સેન્સર બોર્ડને નોટિસ આપીને સ્પષ્ટીકરણ માગ્યું છે. આ સાથે કોર્ટે નિર્માતા-કંપનીને પણ પોતાનો પક્ષ રજૂ કરવા સૂચના આપી છે. આ અરજી પર આગામી સુનાવણી ૨૪ ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવશે.
‘ધ કેરલા સ્ટોરી 2 : ગોઝ બિયૉન્ડ’માં અદિતિ ભાટિયા, ઉલ્કા ગુપ્તા અને ઐશ્વર્યા ઓઝા મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે. ટ્રેલર મુજબ ફિલ્મની કહાની ૩ યુવતીઓની આસપાસ ફરે છે, જેમાં બળજબરીથી તેમના ધર્મપરિવર્તન કરાવવાના કથાનકને દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મમાં લવ જેહાદ જેવા સંવેદનશીલ મુદ્દાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ કારણે સોશ્યલ મીડિયા પર ફિલ્મને લઈને ભારે ચર્ચા અને મતભેદ જોવા મળી રહ્યા છે. વિવાદો વચ્ચે આ ફિલ્મ ૨૭ ફેબ્રુઆરીએ દેશભરનાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે જેને લઈને દર્શકો તેમ જ રાજકીય-સામાજિક વર્તુળોમાં રસ અને ચર્ચા બન્ને વધ્યાં છે.

the kerala story kerala high court kerala bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news