શરૂ થઈ લગ્ન પહેલાંની રસમો 

04 December, 2021 04:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટોમાં તે વિકીના ખોળામાં બેઠી છે. અંકિતાએ ગ્રીન સાડી પહેરી છે. તો વિકીએ વાઇટ કુરતા-પાયજામા પહેર્યા છે. આ બન્ને ૨૦૧૭થી રિલેશનમાં છે. બન્ને ૧૪ ડિસેમ્બરે લગ્ન કરવાનાં છે.

શરૂ થઈ લગ્ન પહેલાંની રસમો 

અંકિતા લોખંડે અને વિકી જૈનનાં લગ્નની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અંકિતા અને વિકી મહારાષ્ટ્રિયન લુકમાં દેખાઈ રહ્યાં છે. અંકિતાએ આ ફોટો શૅર કર્યો છે. ફોટોમાં તે વિકીના ખોળામાં બેઠી છે. અંકિતાએ ગ્રીન સાડી પહેરી છે. તો વિકીએ વાઇટ કુરતા-પાયજામા પહેર્યા છે. આ બન્ને ૨૦૧૭થી રિલેશનમાં છે. બન્ને ૧૪ ડિસેમ્બરે લગ્ન કરવાનાં છે. લગ્ન પહેલાંની વિધિઓ ૧૨ તારીખે શરૂ થશે. ૧૨ ડિસેમ્બરે મેંદી સેરેમનીની સાથે જ સાંજે સગાઈ કરવામાં આવશે. બાદમાં ૧૩ ડિસેમ્બરે હલ્દી અને સાંજે સંગીત યોજવામાં આવશે. બીજા દિવસે ૧૪ ડિસેમ્બરે સવારે લગ્ન અને સાંજે રિસેપ્શન રાખવામાં આવશે. તેમનાં લગ્નમાં કેટલીક સેલિબ્રિટીઝ પર્ફોર્મ કરવાની છે. 

bollywood news bollywood bollywood gossips entertainment news ankita lokhande