૨૪ જુલાઈએ દેશ અને દુનિયામાં રિલીઝ થશે રણબીર કપૂરની રામાયણનું ટ્રેલર

13 July, 2026 10:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવીની ‘રામાયણ’નું નિર્માણ અંદાજે ૪૦૦૦ કરોડના વિશાળ બજેટમાં કરવામાં આવી રહ્યું છે.

રણબીર કપૂર

રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવીની ‘રામાયણ’નું નિર્માણ અંદાજે ૪૦૦૦ કરોડના વિશાળ બજેટમાં કરવામાં આવી રહ્યું છે. હાલમાં ફિલ્મના નિર્માતાઓએ ‘રામાયણ’ના સત્તાવાર સોશ્યલ મીડિયા પેજ પર પોસ્ટ કરીને જાહેરાત કરી છે કે ફિલ્મનું ટ્રેલર ૨૪ જુલાઈએ સમગ્ર વિશ્વમાં એકસાથે રિલીઝ કરવામાં આવશે.

સોશ્યલ મીડિયા પરની પોસ્ટમાં લખવામાં આવ્યું છે, ‘ભારતથી સમગ્ર વિશ્વ સુધી ‘રામાયણ’નું ટ્રેલર ૨૪ જુલાઈએ વૈશ્વિક સ્તરે રજૂ કરવામાં આવશે. હજારો વર્ષોથી ‘રામાયણ’ ધર્મ, મર્યાદા, સાહસ અને કરુણાના સંદેશ દ્વારા અનેક પેઢીઓને પ્રેરણા આપતું આવ્યું છે અને હવે એ એક નવી સફરની શરૂઆત કરવા જઈ રહ્યું છે. ભારતના સૌથી મહાન અને ઐતિહાસિક ગ્રંથોમાંના એકને ભારતીય સિનેમામાં અગાઉ ક્યારેય ન જોવા મળેલા ભવ્ય સ્તરે વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવશે.’

રિપોર્ટ મુજબ ભારતમાં ફિલ્મની ટ્રેલર-લૉન્ચ ઇવેન્ટ નવી દિલ્હીમાં યોજાશે. આ કાર્યક્રમમાં દિગ્દર્શક નિતેશ તિવારી, નિર્માતા નમિત મલ્હોત્રા ઉપરાંત રણબીર કપૂર, યશ, સાઈ પલ્લવી સહિત ફિલ્મની મુખ્ય સ્ટારકાસ્ટ હાજર રહે એવી શક્યતા છે. આ ફિલ્મનો પ્રથમ ભાગ આ વર્ષની દિવાળી દરમ્યાન અને બીજો ભાગ આવતા વર્ષની દિવાળીએ દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવશે.

bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news trailer launch ranbir kapoor sai pallavi