આદર્શ ગૌરવ ઇન્ટરનૅશનલ પ્રોજેક્ટ ‘એક્સ્ટ્રાપોલેશન્સ’માં જોવા મળશે

24 October, 2021 05:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સિરીઝનું હાલમાં પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે

આદર્શ ગૌરવ

‘ધ વાઇટ ટાઇગર’માં જોવા મળેલા આદર્શ ગૌરવને હવે ઇન્ટરનૅશનલ પ્રોજેક્ટ ‘એક્સ્ટ્રાપોલેશન્સ’ મળ્યો છે. આ સિરીઝનું હાલમાં પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. સ્ટોરીમાં દેખાડવામાં આવશે કે કેવી રીતે ગ્રહ પર થનારા પરિવર્તનનો પ્રેમ, શ્રદ્ધા, કામ, પરિવાર અને આખી માનવજાતિ પર અસર પાડે છે. આ ડ્રામા સિરીઝમાં મેરિલ સ્ટ્રીપ, કિટ હેરિંગટન, ડેવિડ સ્ક્વિમર, સિએના મિલર, તાહર રહીમ, મૅથ્યુ રીસ, ડેવિડ ડિગ્સ અને ગેમ્મા ચૅન પણ જોવા મળશે. જોકે આદર્શ તરફથી આ શોને લઈને હજી સુધી કોઈ જાહેરાત કરવામાં નથી આવી.

entertainment news bollywood bollywood news upcoming movie