‘ઇન્સાઇડ એજ 3’ના મારા પાત્ર માટે કોઈ હદ નથી હોતી : વિવેક ઑબેરૉય

03 December, 2021 01:46 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

વિવેક ઑબેરૉયનું કહેવું છે કે ‘ઇન્સાઇડ એજ 3’માં તે જે વિક્રાન્ત ધવનનું પાત્ર ભજવી રહ્યો છે એ દરેક હદ પાર કરી નાખે છે.

વિવેક ઑબેરૉય

વિવેક ઑબેરૉયનું કહેવું છે કે ‘ઇન્સાઇડ એજ 3’માં તે જે વિક્રાન્ત ધવનનું પાત્ર ભજવી રહ્યો છે એ દરેક હદ પાર કરી નાખે છે. આ સિરીઝ આજે ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થશે. આ પાત્રની જર્નીને લઈને વિવેક ઑબેરૉયે કહ્યું હતું કે ‘એવું લાગે છે જાણે કે હજી ગઈ કાલની જ વાત છે કે આપણે બધા આ સિરીઝ માટે એકઠા થયા હતા. આપણે ત્રીજી સીઝનમાં પહોંચી ગયા છીએ. મને લાગે છે કે વિક્રાન્ત ધવનના ટ્વિસ્ટેડ માઇન્ડનું અનોખું ફૅન-ફૉલોઇંગ છે. મને એ વાતની ખુશી છે કે સ્ટોરીની સાથે તેની પણ પ્રગતિ થઈ છે. દરેક સીઝનમાં તેની પર્સનાલિટીનાં વિવિધ પાસાંઓ દેખાડવામાં આવે છે. આ સીઝનમાં એ કંઈક મોટી વસ્તુ માટે તૈયાર છે અને જ્યાં સુધી તે સીમા ઓળંગી નહીં જાય ત્યાં સુધી તે અટકશે નહીં. તે હાલમાં જે છે એનું કારણ જાણવા માટે અને તેને મળેલા જખમને જાણવા માટે તમે તેના ભૂતકાળમાં ડોકિયું કરી શકો છો, જે નરી આંખે તો નહીં દેખાય. આ આખા ડ્રામા અને ટ્વિસ્ટ્સ જે હજી સુધી અકબંધ છે એ દેખાડવા માટે તો ‘ઇન્સાઇડ એજ 3’નું ટ્રેલર એકમાત્ર નાની ઝલક છે. નવાં કૅરૅક્ટર્સ અને છુપાયેલાં સત્યો એ શોમાં વધુ ઉમેરો કરશે. હંમેશ મુજબ આ ટીમ સાથે કામ કરવાનો અનુભવ ધમાકેદાર રહ્યો. આશા છે એ એનર્જી સ્ક્રીન પર દેખાશે. અગાઉની સીઝનની જેમ આ સીઝન પણ લોકોને જકડી રાખશે.’

entertainment news bollywood news vivek oberoi