ટાઇગર શ્રોફને હવાઈ મુસાફરી કરતી વખતે લાગે છે જબરદસ્ત બીક

04 April, 2026 02:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલમાં ટાઇગરે પોતાના એક એવા ડર વિશે ખુલાસો કર્યો છે જે તેની ઑન-સ્ક્રીન ઇમેજથી બિલકુલ અલગ છે. ટાઇગરે હાલમાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે તેને ઍરોફોબિયા છે જેના કારણે તેને હવાઈ મુસાફરીથી ડર લાગે છે.

ટાઈગર શ્રૉફ

ટાઇગર શ્રોફ ઍક્શન અને સ્ટન્ટ સીન માટે જાણીતો છે. હાલમાં ટાઇગરે પોતાના એક એવા ડર વિશે ખુલાસો કર્યો છે જે તેની ઑન-સ્ક્રીન ઇમેજથી બિલકુલ અલગ છે. ટાઇગરે હાલમાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે તેને ઍરોફોબિયા છે જેના કારણે તેને હવાઈ મુસાફરીથી ડર લાગે છે. ટાઇગરે જણાવ્યું હતું કે તે પોતાનો આ ડર દૂર કરવા માટે થેરપિસ્ટ પાસે જવાની યોજના બનાવી રહ્યો છે.
પોતાનો આ અનુભવ જણાવતાં ટાઇગરે કહ્યું હતું કે ‘થોડાં વર્ષો પહેલાં હું એક ખૂબ જ ટર્બ્યુલન્ટ ફ્લાઇટમાં ફસાઈ ગયો હતો. એ સમયે પરિસ્થિતિ પર મારો કોઈ કાબૂ નહોતો અને આ અનુભવ પછીથી જ્યારે પણ મારે ફ્લાઇટમાં બેસવાનું હોય છે ત્યારે થોડા દિવસો પહેલાં જ મને ગભરાટ થવા લાગે છે. હું હજી પણ આ ડરમાંથી બહાર નથી આવી શક્યો. હું આ ડર દૂર કરવા માટે થેરપિસ્ટ પાસે જવાનું પ્લાનિંગ કરી રહ્યો છું. મને ખબર છે કે હવાઈ મુસાફરી સૌથી સુરક્ષિત પરિવહન માધ્યમોમાંથી એક છે. આંકડા પણ બતાવે છે કે ફ્લાઇટ મુસાફરી ખૂબ સલામત છે પણ મારું મન કન્ટ્રોલમાં નથી રહેતું.’

tiger shroff bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news