14 September, 2025 09:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટાઇગર શ્રોફ
ટાઇગર શ્રોફ નૅશનલ કૅન્સર રોઝ ડે 2025ની ઉજવણીમાં ભાગ લઈને કૅન્સર સામે લડતાં બાળકો સાથે ખાસ ‘હૅપી ફિટ’ ડાન્સ વર્કશૉપમાં જોડાયો હતો. આ ઇવેન્ટ કૅન્સર પેશન્ટ્સ એઇડ અસોસિએશન દ્વારા આયોજિત કરવામાં આવી હતી. આ ઇવેન્ટમાં ટાઇગરે બાળકોને ખુશ કરવા માટે તેની ૨૦૧૬ની સુપરહીરો ફિલ્મ ‘અ ફ્લાઇંગ જટ્ટ’નો કૉસ્ચ્યુમ પહેર્યો હતો. આ વર્કશૉપમાં કોરિયોગ્રાફર્સ ગીતા કપૂર અને ફિરોઝ ખાન પણ હાજર હતાં અને ટાઇગરે બાળકો સાથે ડાન્સ કર્યો હતો તથા તેમની સાથે ફોટો પણ ક્લિક કરાવ્યા હતા.