08 August, 2026 06:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટાઈગર શ્રૉફ
ટાઇગર શ્રોફે પોતાની ફી લગભગ ડબલ કરી નાખી હોવાનો રિપોર્ટ છે. મળતી માહિતી પ્રમાણે તેણે ડિરેક્ટર રેમો ડિસોઝા સાથેની પોતાની આગામી ફિલ્મ માટે પચીસ કરોડ રૂપિયા જેટલી ફી લીધી છે. જોકે આ ફિલ્મના તેના પાત્રની અને ફિલ્મની વાર્તા વિશેની વિગતો હાલમાં ગુપ્ત રાખવામાં આવી છે.
આ ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં ખાસ તૈયાર કરાયેલા ભવ્ય સેટ પર પહેલી ઑગસ્ટથી શરૂ થઈ ચૂક્યું છે. આ ફિલ્મમાં ટાઇગરની સાથે નુશરત ભરૂચા, પશ્મિના રોશન અને અભિષેક બૅનરજી પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે. જાણીતો સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર એલ્વિશ યાદવ પણ આ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં ડેબ્યુ કરી રહ્યો છે.