✕

AIથી બનાવેલા વિડિયો ફેલાવનારા લોકો સામે કાનૂની કાર્યવાહી કરવાની ચીમકી આપી ટાઇગર શ્રોફની ટીમે

22 October, 2026 10:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટાઇગર શ્રોફ પર ગોળીબારની ઘટના બાદ તેની ટીમે પહેલું નિવેદન જાહેર કર્યું છે. ટાઇગરની ટીમે તેના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)થી બનાવેલા ફોટો અને વિડિયો ખોટી રીતે ફેલાવવામાં આવી રહ્યા હોવા વિશે નારાજગી વ્યક્ત કરી છે.

ટાઇગર શ્રોફ

ટાઇગર શ્રોફ પર ગોળીબારની ઘટના બાદ તેની ટીમે પહેલું નિવેદન જાહેર કર્યું છે. ટાઇગરની ટીમે તેના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)થી બનાવેલા ફોટો અને વિડિયો ખોટી રીતે ફેલાવવામાં આવી રહ્યા હોવા વિશે નારાજગી વ્યક્ત કરી છે. સાથે જ આ માટે જવાબદાર લોકો સામે કાનૂની કાર્યવાહી કરવાની ચીમકી પણ આપી છે.

ટાઇગર શ્રોફ પર ગોળીબાર થયા બાદ તેની ટીમે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે ‘તાજેતરમાં બનેલી ઘટના વિશે ટાઇગર શ્રોફે કોઈ નિવેદન આપ્યું નથી. તેણે આ ઘટનાને લગતો કોઈ વિડિયો પણ શૅર કર્યો નથી અને ન તો કોઈ સંદેશને સમર્થન આપ્યું છે. સોશ્યલ મીડિયા પર આ ઘટના વિશે ઉપજાવેલી વાતો AIથી બનાવેલા વિડિયો દ્વારા ફેલાવવામાં આવી રહી છે. આ વિડિયોને ખોટી રીતે ટાઇગર શ્રોફ સાથે જોડવામાં આવી રહ્યા છે. આ અહેવાલો ખોટા અને બિનસત્તાવાર છે. એનો હેતુ માત્ર લોકોને ગેરમાર્ગે દોરવાનો છે. અમારે આ બધાની સાથે કોઈ લેવાદેવા નથી. અમે આવા કન્ટેન્ટનો વિરોધ કરીએ છીએ. જે પણ પેજ અથવા વ્યક્તિ ખોટું અને ઉપજાવેલું કન્ટેન્ટ બનાવશે અને એને ફેલાવશે તેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. અમે આ સમગ્ર મામલા પર નજર રાખી રહ્યા છીએ.’

tiger shroff social media ai artificial intelligence bollywood news bollywood gossips bollywood entertainment news