02 June, 2026 10:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિષ્ના શ્રોફ પોતાના ભાઈ સાથે
ટાઇગર શ્રોફ પોતાના ફિટનેસ પ્રત્યેના આગ્રહને કારણે જાણીતો છે. ટાઇગર પોતાની ફિલ્મોમાં મોટા ભાગના સ્ટન્ટ્સ જાતે જ કરે છે અને પોતાના જીવનમાં ખૂબ જ કડક રૂટીનનું પાલન કરે છે. ટાઇગરની બહેન અને રિયલિટી ટીવી-સ્ટાર ક્રિષ્ના શ્રોફે તાજેતરમાં ખુલાસો કર્યો હતો કે ટાઇગર એટલો શિસ્તબદ્ધ છે કે તે પોતાના જન્મદિવસે પણ કેક ખાતો નથી અને માત્ર એની સુગંધ માણીને સંતોષ માની લે છે.
ટાઇગરની કડક જીવનશૈલી વિશે વાત કરતાં ક્રિષ્નાએ કહ્યું કે ‘ટાઇગર દરરોજ રાત્રે એક જ સમયે સૂઈ જાય છે અને પછી ઊઠીને કંઈ ખાવા-પીવાની કે સ્નૅક કરવાની તો વાત જ નથી. હું હંમેશાં કહું છું કે એક બાજુ ખૂબ વધારે શિસ્ત હોય છે અને બીજી બાજુ સામાન્ય જીવન. ટાઇગર ખૂબ જ વધુ શિસ્તબદ્ધ છે જ્યારે હું બન્ને વચ્ચે છું. ટાઇગર પોતાના જન્મદિવસે પણ મીઠાઈ ખાતો નથી અને બર્થ-ડે કેકને માત્ર સૂંઘે છે, ખાતો નથી. મને તો આ થોડું પાગલપણું લાગે છે.’