સ્માર્ટફોનની દુનિયામાં સેક્સનું મહત્ત્વ નથી રહ્યું

26 April, 2024 05:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નેહા ધુપિયાની વાતનું ખંડન કરતાં મહેશ ભટ્ટે કહ્યું...

નેહા ધૂપિયા , મહેશ ભટ્ટ

નેહા ધુપિયાનો ફેમસ ડાયલૉગ છે કે ‘ઓન્લી સેક્સ ઍન્ડ શાહરુખ ખાન સેલ્સ’. જોકે મહેશ ભટ્ટ તેની આ વાતથી સહમત નથી. તાજેતરમાં જ દીપક તિજોરીની આગામી ફિલ્મ ‘ટિપ્સી’નું ટ્રેલર-લૉન્ચ કરવામાં આવ્યું હતું. એ દરમ્યાન નેહા ધુપિયાના આ ફેમસ ક્વોટ વિશે પૂછવામાં આવતાં મહેશ ભટ્ટે કહ્યું કે ‘ના, હું નથી માનતો. સ્માર્ટફોનના યુગમાં સેક્સનું આકર્ષણ ઘટી ગયું છે, કેમ કે એને સંબંધિત ઇમેજિસ ફોન પર આવી જાય છે. સેક્સનું મહત્ત્વ તો એ સમયમાં હતું જ્યારે ઇન્ટરનેટ નહોતું. ઇરૉટિક કન્ટેન્ટ જોવા માટે લોકોએ થિયેટરમાં જવું પડતું હતું.’

neha dhupia mahesh bhatt entertainment news bollywood buzz bollywood news bollywood