22 December, 2025 10:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘ટૉક્સિક’માં કિઆરા અડવાણી
યશ, નયનતારા અને કિઆરા અડવાણીની નવી ફિલ્મ ‘ટૉક્સિક’ આવતા વર્ષે ૧૯ માર્ચે રિલીઝ થશે અને આ ફિલ્મની ટક્કર ‘ધુરંધર 2’ સાથે થવાની છે. હાલમાં ફિલ્મના મેકર્સ અને ઍક્ટર યશે ફિલ્મનો કિઆરાનો ફર્સ્ટ લુક શૅર કર્યો છે. આ લુકમાં કિઆરા રૅમ્પ પર વૉક કરતી દેખાઈ રહી છે અને તેણે ઑફ-શોલ્ડર હાઈ-સ્લિટ ગાઉન પહેર્યો છે. રૅમ્પ-વૉક દરમ્યાન તે રડતી જોવા મળી હતી અને તેના ચહેરા પર આંસુનાં નિશાન છે.