ટૉક્સિકના નવા પોસ્ટરમાં જોવા મળી યશ અને કિઆરા અડવાણીની ધમાકેદાર કેમિસ્ટ્રી

02 March, 2026 12:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મમાં યશ અને કિઆરા અડવાણીના ગીત ‘તબાહી’માં તેમની કેમિસ્ટ્રીની ઝલક જોવા મળી છે

`ટૉક્સિક`ના નવા પોસ્ટરમાં યશ અને કિઆરા અડવાણી

ફિલ્મ ‘ટૉક્સિક’ના નિર્માતાઓએ ફિલ્મના ગીત ‘તબાહી’નું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે. ફિલ્મ ૧૯ માર્ચે  થિયેટરમાં આવવાની છે અને એ પહેલાં ફૅન્સને ફિલ્મમાં યશ અને કિઆરા અડવાણીના ગીત ‘તબાહી’માં તેમની કેમિસ્ટ્રીની ઝલક જોવા મળી છે. આ પોસ્ટરમાં સૂર્યાસ્તના સમયે શાંત બીચ પર યશ અને કિઆરા વચ્ચેની શાંત પણ અતરંગ પળ દર્શાવવામાં આવી છે. આ પોસ્ટરમાં યશ દરિયાકિનારે લાકડાના ટુકડા પર બેઠેલો નજર આવે છે, જ્યારે કિઆરા તેને પાછળથી આલિંગન આપે છે. બન્નેનો આ લુક સોશ્યલ મીડિયામાં ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

‘ટૉક્સિક’ને કન્નડ અને અંગ્રેજીમાં એકસાથે શૂટ કરવામાં આવી છે અને એનું હિન્દી, તેલુગુ, તામિલ, મલયાલમ સહિત અન્ય ભાષાઓમાં પણ ડબ વર્ઝન રિલીઝ કરવાની યોજના છે.

upcoming movie yash naveen kumar gowda kiara advani entertainment news bollywood bollywood news