06 March, 2026 10:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તૃપ્તિ ડિમરી
તૃપ્તિ ડિમરીની લેટેસ્ટ ફિલ્મ ‘ઓ રોમિયો’માં તેની ઍક્ટિંગનાં વખાણ થયાં છે અને આ ફિલ્મ માટે તેણે ૬ કરોડ રૂપિયા ચાર્જ કર્યા હોવાની ચર્ચા છે. જોકે બહુ ઓછા લોકોને ખબર છે કે તેને લીડ ઍક્ટ્રેસ તરીકે ચમકાવતી ૨૦૧૮ની ફિલ્મ ‘લૈલા મજનૂ’માં તેને પચીસ લાખ રૂપિયા જેટલી ફી મળી હતી અને હવે તે ૬ કરોડ રૂપિયા સુધી પહોંચી છે. હકીકતમાં તૃપ્તિએ પોતાની ફિલ્મી કરીઅરની શરૂઆત ૨૦૧૭માં આવેલી ‘મૉમ’માં નાનકડા રોલથી કરી હતી અને આ ફિલ્મમાં તેનો સ્ક્રીનટાઇમ માત્ર થોડી મિનિટોનો જ હતો. લીડ ઍક્ટ્રેસ તરીકે તેની પહેલી ફિલ્મ ‘પોસ્ટર બૉય્ઝ’ પણ એ જ વર્ષમાં રિલીઝ થઈ હતી. જોકે તેને સાચી ઓળખ ‘લૈલા મજનૂ’થી મળી હતી.