28 February, 2026 01:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોશ્યલ મીડિયામાં આ સેલિબ્રેશનની તસવીરો શૅર કરાઇ છે
૨૩ ફેબ્રુઆરીએ તૃપ્તિ ડિમરીએ પોતાની ૩૨મી વર્ષગાંઠ ઊજવી હતી અને હાલમાં તેણે પોતાના સોશ્યલ મીડિયામાં આ સેલિબ્રેશનની તસવીરો શૅર કરી છે. આ તસવીરોમાં તેનો પરિવાર અને પ્રેમી સૅમ મર્ચન્ટ બન્ને સાથે જોવા મળે છે. તૃપ્તિએ આ તસવીર શૅર કરતી વખતે કૅપ્શન લખી છે, ‘આટલા બધા પ્રેમને કારણે હજી પણ મારા ચહેરા પર સ્મિત છે. જેમણે મને મેસેજ કે કૉલ કર્યો અથવા મારા વિશે વિચાર્યું એ તમામનો દિલથી આભાર. આ મારા માટે ઘણું મહત્ત્વ ધરાવે છે અને હું એને શબ્દોમાં વ્યક્ત કરી શકતી નથી.’