05 April, 2025 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
`તુ ચાંદ હૈ` સોન્ગનું પોસ્ટર
`તુ ચાંદ હૈ` આ ધમાકેદાર સોન્ગ (Tu Chaand Hai Song) પર અખિલ સચદેવાએ ખૂબ જ સુંદર વાત કરી છે. તેણે કહ્યું કે "આ ગીત ખરેખરું જાદુ છે, અને માવરા હોકેન તેની સુંદરતામાં જાણે ઓર વધારો કરે છે." તો, માવરા હોકેન તેની લાગણીઓને જીવંત કરતો જોવા મળે છે એમ કહે છે અખિલ સચદેવ.
જાણીતો સિંગર અને સંગીતકાર અખિલ સચદેવા તેના સોન્ગ `તુ ચાંદ હૈ`થી પોતાના અનેક ચાહકો અને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવા માટે તૈયાર થઈ ગયો છે. તેણે આ હ્રદયની ઊર્મિઓને ગમી જાય એવા શબ્દોને પોતાના ભાવસભર અવાજથી જબરદસ્ત સુંદરતા અને સૂરતા આપી છે.
Tu Chaand Hai Song: આ સાથે જ મહત્વની વાત તો એ છે કે આ સોન્ગ દ્વારા પાકિસ્તાની એક્ટ્રેસ માવરા હોકેનને તેના હિન્દી મ્યુઝિક વિડીયોમાં પદાર્પણમાં કર્યું છે. આ ગીતનાં રીલીઝ માટેની વિગતો જાણવી છે ને? તો તમને કહી દઈએ કે નોવિસ રેકોર્ડ્સ હેઠળ આજે આ સોન્ગ રજૂ થવાનું છે.
આ સોન્ગ વિશે વાત કરતાં અખિલ સચદેવાએ પોતાની ભાવના વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, `તુ ચાંદ હૈ` આ સૌથી ખાસ સોંગ્સમાંનું એક છે, આ સોન્ગ કે જેના પર મેં દિલથી કામ કર્યું છે. આ સોન્ગ સાથે મારી એવી લાગણીઓ જોડાયેલી છે કે જેની સાથે હું ઊંડાણપૂર્વક જોડાયો હોઉં એવી અનુભૂતિ થાય છે.
આ સોન્ગ (Tu Chaand Hai Song)ની ધૂન અને શબ્દો બંને એકબીજા સાથે ખૂબ જ સુમેળ ખાતા હોય તેવું જણાઈ રહ્યું છે. તેમ જ તે પ્રેમની નિઃસ્વાર્થ લાગણીઓને વ્યક્ત કરવા માટે કોઈ રૉ વોઇસની જરૂર હતી. મેં એ અવાજ બહાર લાવવા માટે ખરેખર જાણે મારો જીવ રેડી દીધો. અને પછી તો આ સોન્ગ આ ખરું જાદુ સાબિત થયું છે. વીડિયોમાં માવરાની હાજરી તેની સુંદરતામાં વધારો કરે છે"
આ સોન્ગ વિડીયોનું શૂટિંગ ક્યાં કરવામાં આવ્યું હતું?
આ સોન્ગ (Tu Chaand Hai Song)ના મ્યુઝિક વિડીયોનું ફિલ્માંકન દુબઈના અદભૂત લેન્ડસ્કેપ્સમાં કરવામાં આવ્યું છે. જે ભાવકને માટે સ્વપ્નશીલ અને સિનેમેટિક અનુભવ પૂરો પાડે છે. અનુભવી પ્રોડક્શન ટીમ દ્વારા નિર્દેશિત આ મ્યુઝિક વિડીયો ઝંખના, પ્રેમ અને રાત્રિના સમયે દેખાતા સુંદર આકાશની નકશીકળાને રજુ કરે છે. આ સોન્ગ કાવ્યાત્મક ગીતોને સંપૂર્ણ રીતે પૂરક બનાવે છે.
તો, અનમોલ ડેનિયલ દ્વારા આ સોન્ગમાં સંગીત આપવામાં આવ્યું છે અને નૂર દ્વારા `તું ચાંદ હૈ` આ સોન્ગ લખાયું છે. આ સોન્ગ બીજું કશું જ નહીં પણ જબરદસ્ત કથા કહેવાની સાથે આનંદપ્રદ ધૂનનું મિશ્રણ છે.
`તેરા બન જાઉંગા`, `ચન્ના વે`, `હમસફર` જેવા સોન્ગ (Tu Chaand Hai Song) માટે જાણીતા અખિલ સચદેવાએ આ નવા સોન્ગ માટે તેના પ્રેક્ષકો સમક્ષ રજૂ કરવા કરતાં પહેલા આ ઉત્સાહ દર્શાવ્યો છે. તે કહે છે કે, "સંગીતમાં સીમાઓને પાર કરવાની શક્તિ છે અને `તુ ચાંદ હૈ` એક એવું સોન્ગ છે જે હૃદયને સ્પર્શી જાય એવું છે. પછી ભલે તમે ગમે ત્યાં હોવ"
ભાવપૂર્ણ સંગીત, દુબઇનાં અદભૂત દૃશ્યો અને ભાવસભર પ્રદર્શનના મિશ્રણ સાથે `તુ ચાંદ હૈ` સોન્ગ આજે 4 એપ્રિલ, 2025 ના રોજ પ્રીમિયર થવાનું છે. તે ચોક્કસથી પ્રેક્ષકો માટે એક યાદગાર સંગીત અનુભવ બની રહેશે, એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.